________________
મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ અને આધ્યાત્મિક ક્રિયાઓથી તેણે ઉત્તમ શાંતિ અને શાસન પ્રાપ્ત કર્યા હતાં. [૮૪-૯૩]
આ પ્રમાણે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપથી તથા શુદ્ધ ભાવનાઓથી આત્માને સારી રીતે વાસિત કરી, અને ઘણાં વર્ષ સુધી શ્રમપણું પાળી, છેવટે તેણે માસિક અનશન ( ઉપવાસ ) કરી દેહત્યાગ કર્યો અને ઉત્તમોત્તમ સ્થિતિ પ્રાપ્ત કરી. [૬૪]
જેવી રીતે મૃગાપુત્ર ઋષિ ભેગમાં દોષબુદ્ધિથી નિવૃત્ત થયા, તેવી રીતે બુદ્ધિમાન પુરુષે ભોગેનું સ્વરૂપ વિચારી તેમાંથી નિવૃત્ત થવું; તથા તે મુનિનાં વચન, તપપ્રધાન ચારિત્ર, તથા ત્રિલોકમાં પ્રખ્યાત એવી તેમની સિદ્ધિ પામ્યાની હકીકત જાણીને તથા ધન અને મમતાને મહા ભયાવહ સમજીને, ઉત્તમ સુખાવહ અને નિર્વાણુગુણ પમાડનારી ધર્મરૂપી ધુરાને ધારણ કરવી, એમ હું કહું છું. [૯૩-૮]
૧. ધર્મજ્ઞાન.
૨. જૈન પરિભાષામાં જગતના પદાર્થોને યથાર્થ રૂપથી જાણવાની રુચિ તે દર્શન કહેવાય છે. જુઓ પા. ૭૯, ને. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org