________________
૧૯
મૃગાપુત્ર
વના અને ઉપવનેાથી શોભિત સુગ્રીવ નગરમાં અલભદ્ર નામે રાજા રાજ્ય કરતા હતા.તેને મૃગા નામની પટરાણી હતી, તથા અલશ્રી નામે યુવરાજ પુત્ર હતા. તે અલશ્રી માતાપિતાને બહુ પ્રિય હતા, સ્વભાવે મુનીશ્વર જેવા હતા તથા લેાકેામાં મૃગાપુત્ર નામથી પ્રસિદ્ધ હતા. રાજાએ તેને નંદન નામને મહેલ તથા સર્વ પ્રકારના ઉત્તમ વૈભવા આપ્યા હતા. તે મહેલમાં રહી તે દેણુદક દેવની પેઠે સ્ત્રીઓ સાથે વિવિધ ભાગા ભાગવતા હતા. [૧-૩
એક વખત તે પેાતાના મહેલના ઝરૂખામાં ઊભા ઊભા નગર તરફ જોતા હતા. તેવામાં તેણે તપ, નિયમ, સયમ, શીલ અને ગુણથી યુક્ત એવા કાઈ પ્રતાપી શ્રમણને જોયા. તેમનાં દર્શન થતાં તેના ચિત્તની વૃત્તિ નિર્મળ થઈ અને
૧. જુએ પ્રકરણને અંતે ટિપ્પણ ત. ૧, પા. ૧૦૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org