________________
મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ સ્વીકારવો અને સર્વ પ્રકારના અક્રિયાવાદનો ત્યાગ કરી, પુરુષોએ ઉપદેશેલ કઠણ એવા ધર્મનું આચરણ કરવું. બુદ્ધ પુરુષોએ પ્રગટ કરેલા તે ધર્મનું જ્ઞાન જિનશાસનમાં છે. એટલે હું બધા વાદવિવાદો અને ચર્ચાઓ છોડીને રાતદિવસ તે ધર્મમાં જ ઉઘત રહું છું. [૩૦-૩]
બુદ્ધોએ ઉપદેશેલ અર્થ અને ધર્મથી યુક્ત તે પવિત્ર વચનો સાંભળીને ભરત, સગર, મઘવન, સનકુમાર, શાંતિ, કુંથુ, અર, મહાપદ્ધ, હરિણ, જય, દશાર્ણ દેશનો દશાર્ણભદ્ર, વિદેહનો નમિ, કલિંગનો કરકંડુ, પાંચાળનો દ્વિમુખ, ગાંધારનો નગ્નઈ, સૌવીરછ ઉદાયન, કાશીરાજ, વિજય તથા મહાબલર વગેરે ચક્રવર્તીઓ કે રાજાઓ પોતપોતાનાં મેટાં રાજ્ય, ઉત્તમોત્તમ કામગો, પરિપૂર્ણ ઐશ્વર્ય તથા સેને, વાહન વગેરે સામગ્રીનો ત્યાગ કરી, પ્રવજિત થયા છે, તપસ્વી થયા છે, ઉત્તમ ગતિ પામ્યા છે, કર્મરૂપી મહાવનનો ઉચ્છેદ કરનાર થયા છે, કે પરિનિર્વાણ પામ્યા છે, બુદ્ધિમાન પુરુષો ઉન્મત્તની પેઠે કુવિકલ્પોને લીધે જગતમાં ફર્યા કરતા નથી, કે આત્માને પરિતાપ પમાડ્યા કરતા નથી; પરંતુ દઢ પરાક્રમી, સર્વસંગથી વિનિમુંક્ત, સંયમી તથા નિર્મળ બની સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે. [૩૪-૫૪] : ૧. મૂળમાં “પ્રશ્નો અને પરમંત્રો” એવા શબ્દો છે.
૨. આ રાજાઓના પરિચય માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણું નં. ૨, પા. ૯૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org