________________
કુલ,
૧૪ઃ ઈષકાર નગરના દે આસક્ત રહેનાર તથા તેમને માટે જ્યાં ત્યાં ભટકતો પુરુષ રાતદિવસ પરિતાપ પામ્યા કરે છે અને અંતે “મારું” “તારું કર્યા કરતા તેને મૃત્યુ ઉપાડી જાય છે. [૧૦-૧૫
પુરહિત : જે વસ્તુઓ માટે લોકો તપ તપે છે, તે બધી વસ્તુઓ - ધન, રત્રીઓ, કુટુંબ અને ઉત્તમ કામગો. – એ બધું અત્યારે જ તમને અધીન છે. તો પછી તમે શા માટે તપ કરવાની ઈચ્છા રાખો છો ? [૧૬]
પુત્ર : મૃત્યુ વખતે એ ધનસંપત્તિ, કામભેગો કે પ્રિય સંબંધીઓ કામ આવતાં નથી; તે વખતે બધું પાછળ મૂકી એકલા જવું પડે છે. તે વખતે પોતે કરેલાં કર્મો જ સાથે આવે છે. જીવન દરમ્યાન ધર્મ ન આચરતા પ્રાણી તે વખતે પસ્તાય છે; માટે અમે તો એ ધર્મ આચરવા માટે ગુણધારી શ્રમણો થઈ ભિક્ષાવૃત્તિ સ્વીકારીશું. [૧૭]
પુરહિત : અરણીઓ ઘસવાથી પહેલાં નહિ એવો અગ્નિ જેમ ઉત્પન્ન થાય છે, દૂધમાંથી જેમ ઘી ઉત્પન્ન થાય છે, અને તલમાં જેમ તેલ ઉત્પન્ન થાય છે, તેમ છે તાત, શરીરનાં પરમાણુઓ (એકઠાં મળવા)થી પહેલાં નહિ એ આત્મા ઉત્પન્ન થાય છે અને પાછો નાશ પામે છે. (મર્યા બાદ કાયમ રહેનારી આત્મા જેવી શરીરથી જુદી એવી કશી વસ્તુ જયામાં આવતી નથી. માટે પરલોકનો ખ્યાલ કરી આ લોકનાં સુખ નકામાં ન જવા દો!) [૧૮]
૧. મૂળ : “આ મારું છે—નથી; “આ મારે કરવું છે– નથી.” જુઓ મહાભાત ૧૨, ૬૫૪૨.
૨. જુઓ આચારાંગ ૧,૨,૧,૧; સૂત્રકૃતાંગ ૧,૫,૨,૧૮૧૦,૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org