________________
GR
મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ ચિત્રઃ હે રાજા ! બધું ગીત વિલાપ જેવું છે; બધું નાટય વિડંબનારૂપ છે; બધાં આભરણ ભારરૂપ છે; તથા બધા કામો દુ:ખાવહ છે. મૂઢ લોકોને જ સુખરૂપ દેખાતા તે દુઃખાવહ કામમાં જે સુખ નથી મળતું, તે સુખ કામોથી વિરકત અને શીલગુણમાં રત એવા તપોધન ભિક્ષુને મળે છે.
હે રાજા ! આ જીવન ક્ષણભંગુર છે. તે દરમ્યાન જે પુણ્યકર્મો ન કર્યો, તે પછી પરલોકમાં પસ્તાવું પડે છે. કારણ, સિંહ જેમ હરણને પકડી જાય છે, તેમ અંત વખતે મૃત્યુ માણસને ઉપાડી જાય છે. તે વખતે તેણે ભોગવેલા ભોગે કે તેનાં સગાંસંબંધી તેના દુઃખમાં ભાગ પડાવી શકતાં નથી કે તેની સાથે જતાં નથી. ત્યાં તો તેણે કરેલાં સારા નરસાં કર્મો જ જાય છે. અને તેમનું ફળ તેને એકલાને જાતે જ ભેગવવું પડે છે.
વળી, હે નરેંદ્ર ! મનુષ્યમાં ચાંડાળની જાતિ અધમ ગણાય છે તે આપણે બંનેએ ભોગવેલી છે. એ વખતે આપણે બધાં મનુષ્યોને અપ્રીતિકર હતા. તે વખતે બધા લેકે આપણું જુગુપ્સા કરતા હતા. અત્યારે આપણે સારી સ્થિતિમાં છીએ, તે આપણે કરેલાં સારાં કર્મોનું જ ફળ છે. માટે અત્યારે ભેગો ભોગવવામાં વખત ગુમાવવાનું છોડી, પછીના જન્મ માટે તૈયારી કર. કારણ કે, દાસદાસી, ગાયભેંસ, ખેતર, ઘર, ધન અને ધાન્ય એ બધું છોડી, પરવશ થઈને, પોતે કરેલાં કર્મો સાથે પ્રાણુ સારા કે નરસા જન્મમાં જાય છે. ચિંતામાં મૂકેલા તેને તુચ્છ શરીરને
૧. જાતક ૪૯૮-૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org