SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સામાજિક ખમતામાં કાળભાવના ૧ પ્રજાના જાહેરમતનું પીઠબળ પણ છે. પરંતુ તે સરકાર બદલાઈ ને તેમની જગ્યાએ તેમનાથી જુદા અભિપ્રાયવાળા બીજા માણસાની બનેલી નવી સરકારો સત્તા ઉપર આવે, તથા પ્રજાને જાહેરમત પણ વારંવાર બદલાયા કરે છે તેમ બદલાઈ જાય, તેા પછી શું થાય? આ ફેરફારા પછી પણ તેમની અન્યાન્ય વફાદારી કાયમ રહે? અને જો ન રહે, તે રાષ્ટ્રસ ધ પણ, એક વખત ખરા દિલથી કબૂલ રાખેલ, પણ હવે ‘કાગળનાં ચીંથરા 'રૂપ અનેલાં અનેક સુલેહનામાંની લાંબી યાદીમાં એક વધુ ઉમેરારૂપ જ ન બની જાય? રાષ્ટ્રસંઘના સભ્યાની અખંડ વાદારી ઉપર, તથા તેમની વાદારીથી આખા જગતમાં જે ચાલુ વિશ્વાસજનક વાતાવરણ પેદા થાય છે તેના ઉપર આપણે આધાર ન રાખી શકીએ, તે આપણા રાષ્ટ્રસંઘની કશી ક`મત નથી. માત્ર સ્થળમાં કરેલી ગાઠવણુ તરીકે સિદ્ધાંતની દૃષ્ટિએ તે ગમે તેટલે સણુ હાય; તથા જુદાં જુદાં રાષ્ટ્રોના વિરોધી સ્વાર્થી વચ્ચે ક્ષણભર તે ગમે તેવું સામ જસ્ય ભલે સ્થાપતા હોય; પરંતુ આપણે ઊભી કરેલી વસ્તુના કાયમીપણા વિષે આપણને ખાતરી ન હાય, તા તેની કશી કકંમત નથી. હવે આપણે રાષ્ટ્રસંઘ વિષે કાળ-ભાવનાની પદ્ધતિએ વિચાર કરીએ. તેા તેનુ પરિણામ એ આવે છે કે, આખી વસ્તુ યાત્રિક મટીને જીવ ંત ખની જાય છે, અને એ પદ્ધતિ અચૂક એ પરિણામ લાવે પણ છે. આપણે તરત જોવા લાગીએ છીએ કે, રાજ્ય્સંઘની સફળતાને આધાર, તેમાં અન્યાન્ય વફાદારી નામની માનવ ભાવનાના હૈાવા ન હાવા ઉપર છે. તેની સાથે જ એ રાષ્ટ્રસંઘનું કામકાજ તથા દોરવણી જે લેાકેાના હાથમાં સોંપવાનાં છે, તેમના પ્રકાર વિષેના આપણા ખ્યાલમાં પણ ફેરફાર થાય છે. સૌથી પ્રથમ તે તેએ અખંડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy