________________
ટિપશુ પા. ૨૪૦
૨૯૭ ફ્રેંચ સાહિત્યમાં તેનું સ્થાન અગત્યનું છે. લેખક તરીકેની તેની શક્તિઓ અભુત કહી શકાય તેવી હતી.
પા. ૨૪ : પાકલ : (ઈ. સ. ૧૬૨૩-૧૬૬૨) વિખ્યાત ફ્રેંચ ગણિતશાસ્ત્રી, અને ભક્તિલેખક. ૧૨ વર્ષની વયે તેણે પોતાની જાતે યુક્લીડના પહેલા પુસ્તકને ૩રમાં સિદ્ધાંત સુધીનો ભાગ શોધી કાઢવ્યો હતો; એટલું જ નહીં પણ, “કેનિક સેકશન્સ” વિષે એક ચોપડી લખી હતી, જેને ડેકાર્ટ અને લાઇબ્લીઝ જેવાઓએ વખાણી હતી, તથા જે તે વિષયના અત્યારના અભ્યાસને પાયારૂપ નીવડી હતી. ૧૬ વર્ષની ઉમરે તો તે મહાશક્તિશાળી પુરુષ નીવડશે એવી બધાને આશા બંધાઈ ગઈ હતી. અને એ આશા પૂરેપૂરી સફળ નીવડી. હવાનું વજન નક્કી કરવું, હવાના દબાણ ઉપરથી ઊંચાઈ નક્કી કરવી, હાયડ્રોસ્ટેટિક પ્રેસ શોધી કાઢવું, ગણતરી કરવાનું યંત્ર શોધવું, ગણિતમાં પ્રેબેબિલીટીને સિદ્ધાંત અને ડિફૉશિયલ કેલક્યુલસ” શોધી કાઢવાં, વગેરે કામે તેણે કર્યા છે. ૧૬૫૪માં તે વરસાઈ નજીકના એક મઠમાં જોડાયે. પાલ - માનતો કે ખ્રિસ્તી ધર્મ તો સૌથી મોટા અને સૌથી હીન વચ્ચે સાંકળ જેવો છે;
સારેહણનું તે જ રહસ્ય છે. કેટલાક ટીકાકાએ પાસ્કલને નિરાશાવાદી કહ્યો છે. નીટશે તેને “એકમાત્ર તર્કસંગત ખ્રિસ્તી” તરીકે ઓળખતો.
પા. ૨૪૧ઃ કેલીકસ એડલર: જુઓ પા. ૧૮૪ ઉપરનું ટિપ્પણ.
પા. ૨૪૩: ચેસ્ટર્ટન : (૧૮૭૪-૧૯૩૬) અંગ્રેજ લેખક. ૧૮૯૧ સુધી કેન્સિટનમાં તેમણે કેળવણી લીધી અને પછી કળાનું શિક્ષણ લેવા સ્લેડ સ્કૂલમાં તે જોડાયા. તેમણે થોડા વખતમાં જ સાહિત્યપ્રવૃત્તિ શરૂ કરી. શરૂઆતમાં તે “બૂકમેન અને સ્પીકર” માટે કળાની ચોપડીઓની સમાલોચનાનું કામ કરતા, અને એક પ્રકાશકના કાર્યાલયમાં કામ કરતા. ૧૯૦૦માં તેમણે નિશ્ચિતપણે સાહિત્યપ્રવૃત્તિને જ પોતાના જીવનકાર્ય તરીકે સ્વીકારી; અને ત્યાર પછી જુદાં જુદાં છાપાં સામાયિક વગેરેમાં લખવાનું શરૂ કર્યું. તેમણે સામાજિક પ્રશ્નો, કળા, રાજકારણ વગેરે જુદા જુદા વિષયે ઉપર તીખા તમતમાં, વેધક, અને તેમ છતાં ઊંડા વિચાર અને ઊંડી સમજથી ભરેલાં લખાણ કર્યા છે.
પા. ૨૪૮ : હૈપ્સ: જુઓ પા. ૧૪૩ ઉપરનું ટિપ્પણ. પા. ૨૪૮૦ રૂઃ જુઓ પા. ૧૪૩ ઉપરનું ટિપ્પણ. પા. ૨૪૯: કેન્દ: જુઓ પા. ૧૪૩ ઉપરનું ટિપ્પણ.
પા. ૨૫૭: અક: (ઈ. સ. ૧૭ર૯-૯૭) અંગ્રેજ રાજકારણી. તેની શરૂઆતની જિંદગી વિષે બહુ ઓછી માહિતી મળે છે. તેની ચોકક્સ જન્મતારીખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org