________________
ટિ૫ણુ પા. ૬૯
૨૭૭ ઈશ્વરે માણસને આ બગીચામાં મૂક્યો અને કહ્યું, “આ બગીચામાંથી દરેક ઝાડનું ફળ ખાજે, પણ આ સારા - ખેટાના વિવેકજ્ઞાનના વૃક્ષનું ફળ ન ખાઈશ. જે દિવસે તું તેને ખાઈશ, તે દિવસે તને મૃત્યુ વળગશે.
પછી ઈશ્વરે આદમના સહચારી તરીકે તેની પાંસળીમાંથી સ્ત્રી બનાવી આપી. તેનું નામ ઈવ. તે બંને માનવમાત્રનાં આદ્ય માતપિતા.
તે બગીચાનાં બધાં પ્રાણીઓમાં સાપ બહુ લુચ્ચો હતો. તેથી આદમ અને ઈવના સુખની અદેખાઈ કરતા સેતાને તેમને લલચાવવા તેનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું.
ઈવ કુતૂહલથી પેલા મનાઈ કરેલા ઝાડ પાસે ગઈ ત્યારે તેની નજીક તેણે સાપ દીઠે. સાપે કહ્યું, “તું આ ઝાડનું ફળ કેમ નથી ખાતી?” ઈવે કહ્યું, પરમેશ્વરની મનાઈ છે. તે ખાઈએ તો મરી જવાય. સાપે કહ્યું, “નારે, મરી શાનું જવાય? ઊલટું તમારી આંખ ખૂલી જશે, અને તમે સાચું – ખોટું જાણનાર દેવ જેવાં થશે.”
ઈવે લલચાઈને તે ફળ ખાધું અને આદમને પણ ખવરાવ્યું. એ પ્રથમ અપરાધથી તેમનું શરીર અમર હતું તે મત્સ્ય બની ગયું, તેઓની આંખે પણ ઊઘડી ગઈ, અને તેઓએ જોયું કે, પિતે નગ્ન હતાં. એટલે તરત શરમાઈને તેમણે લાજ ઢાંકવા પાંદડાં વીંટી લીધાં.
ઈશ્વરે પણ તે સૌને શાપ આપ્યો. સાપને કહ્યું, તું પેટે ચાલનારે બનીશ. ઈવને કહ્યું, તું હવે મહાકષ્ટ પ્રસવ કરી શકીશ, અને પતિની તાબેદાર બનીશ. આદમને કહ્યું, હવે તું પરસે ઉતારીને મજૂરી કરીશ, ત્યારે જ તારી રોજની રોટી મેળવી શકશે. પછી ઈશ્વરે તે બેઉને સ્વર્ગના બગીચામાંથી મર્યલોકમાં હાંકી કાઢયાં.
પા. ૨૯ : લિંકન : (૧૮૦૯૬૫). અમેરિકાનાં સંયુક્ત રાજને ૧૬મો પ્રમુખ. સામાન્ય સ્થિતિનાં માતપિતાને ઘેર ઊછરી, સાધનની કાંઈ સગવડ વિના જ, તેણે જાતમહેનતથી જ્ઞાનપ્રાપ્તિ કરી હતી અને પ્રથમ પોતાના સંસ્થાનની ધારાસભામાં અને પછી આખા દેશની સેનેટમાં બેઠક મેળવી હતી. ત્યાર બાદ તે આખા દેશને પ્રમુખ પણ ચૂંટાયો હતો.
તેના વખતમાં ઉત્તરનાં સંસ્થાનો વચ્ચે અને દક્ષિણનાં સંસ્થાને વચ્ચે ગુલામી નાબૂદ કરવા બાબત ઝધડે પડ્યો હતો, અને પરિણામે તેમની વચ્ચે આંતરવિગ્રહ જાગે. લિંકન ગુલામીવિરોધી પક્ષને આગેવાન હતો. તે વિગ્રહ દરમ્યાન અમેરિકા બીજાં વિદેશી રાજ્યોની ખટપટનું ભોગ ન થઈ પડ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org