________________
ટિપ્પણુ પા. ૩૮
૨૭૩ આઈલર' નામે નિબંધસંગ્રહ પ્રસિદ્ધ કર્યો. તેનું “કવિઓનાં જીવનચરિત” પુસ્તક ૧૭૮૧ માં પ્રસિદ્ધ થયું. તેના જીવનકાળ દરમ્યાન તેને ખૂબ માન મળ્યું હતું. ૧૭૬૨ થી તેને વાર્ષિક ૩૦૦ પાઉંડનું પિશન મળતું હતું. મરણ બાદ તેને વેસ્ટમિન્સ્ટર એબીમાં દાટવામાં આવ્યો હતો, કે જ્યાં ઈગ્લેંડના નામીચા પુરષોને દાટવામાં આવે છે. જેમ્સ સ્કેલે તેનું જીવનચરિત્ર લખ્યું છે. એ જીવનચરિત્રનું અંગ્રેજી ભાષામાં વિશિષ્ટ સ્થાન છે. બૌદ્ધેલ, જેન્સનના ચારિત્રને આંતરિક અભ્યાસ કરવા, સ્કોટલેન્ડથી ઇંગ્લંડ આવીને જોન્સન સાથે ગાઢ સંપર્કમાં રહ્યો હતો.
પા. ૩૮ઃ ડીકન્સઃ (ઈ. સ. ૧૮૧૨–૧૮૭૦) ૧૯મા સૈકાને ઇગ્લેંડને લોકપ્રિય નવલકથાકાર. તેનો પિતા એક સામાન્ય કારકુન હતો, અને તેના આઠ પુત્રોમાં ડીકન્સ બીજે હતો. તેના પિતા મહા મુશ્કેલીએ ગુજરાન ચલાવતો. ડીકન્સને ખાસ કેળવણું તો શાની આપવામાં આવે? પણ તેના પિતા પાસે કેટલાક સારા લેખકોને પુસ્તસંગ્રહ હતું, તે ડીકન્સ વાંચતો. થોડા વખતમાં કુટુંબની આર્થિક સ્થિતિ બગડતી ગઈ, અને ડીકન્સને મળતી થોડીઘણી કેળવણી પણ બંધ થઈ. કારણ, તેના પિતાને લેણદારોએ દેવાદારની જેલમાં નંખાવ્યો. ડીકન્સની મા છોકરાં ભણાવી કુટુંબને નિર્વાહ કરવા પ્રયત્ન કરતી ડીકન્સને “બ્લેકિંગ વેરહાઉસ માં કામે લગાડવામાં આવ્યું. તે સમયના તેના અપમાનભર્યા જીવને કુમળા ડીકન્સના મન ઉપર ભારે અસર કરી, અને તેની નવલકથા “ડેવીડ કપરફીલ્ડ”માં તેના આ સમયના જીવનનો અછો ચિતાર તેણે આપે છે. ગરીબાઈ અને મુશ્કેલીઓનાં આ વર્ષોએ તેને તેની ભવિષ્યની નવલકથાઓ માટે શેરીઓ, કેદખાનું અને ગરીબોના હીન જીવનને લગતું તમામ વસ્તુ પૂરું પાડ્યું. ૧૮૨૪માં તેને બાપ દેવું ભરપાઈ કરી શક્યો; ત્યાર બાદ ડિકન્સને બે વધુ વર્ષ નિશાળે જવાનું મળ્યું. ઈ. સ. ૧૮૨૭ માં તે એક સેલિસીટરની ઓફિસમાં દાખલ થયો અને ત્યાં એક વર્ષ રહ્યો.
તેની મહત્ત્વકાંક્ષા ભારે હતી, અને તેનો ઉદ્યમ તેને અનુરૂપ હતો. તે બ્રિટિશ મ્યુઝિયમમાં કલાક સુધી વાંચ્યા કરતો. તેની નિરીક્ષણ-શક્તિ પણ અદ્ભુત હતી. કેર્ટનાં વિવિધ પાત્રોનું રસિક નિરૂપણ એ બાબતને સચોટ પુરાવે છે. તેના બાપની મુશ્કેલીઓ ચાલુ જ હતી. અંતે ડીકન્સ એક છાપા તરફથી પાલમેન્ટને રિપોર્ટર બન્યો. “મન્થલી મેગેઝીન માં તેણે પિતાની સમકાલીન રીતભાત ઉપર “સ્કેચીઝ” (રેખાચિત્રો) લખવા માંડ્યાં, અને ૧૮૩૬ તે “સ્કેચીઝ બાય બાઝ' નામથી પ્રસિદ્ધ થયાં. ત્યારબાદ “પિકવિક પેપર્સ લખાયું. દર સ–૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org