________________
૨૪૪
સર્વોદયની જીવનકળા ભેગવવા દે, એટલે તરત બધા સામાજિક સંબંધે વ્યવસ્થિત થઈ જશે, માનવજાત સંગઠિત થઈ જશે, અને એકબીજા માટે ભલી લાગણી તથા શાંતિ આખી પૃથ્વી ઉપર છવાઈ રહેશે.
આ સિદ્ધાંતને દાવો મટે છે તથા તેનો હેતુ સારો છે. પરંતુ મારે કહી દેવું જોઈએ કે, પ્રેમનું અબાધિત સામ્રાજ્ય એ એક અશક્ય સ્વપ્ન છે પ્રેમનો સ્વભાવ છે કે, તે કદી અબાધિત રહી શકતું નથી. તેને પ્રવાહ કદી નિર્વિઘ વહ્યા નથી. જે પ્રેમ કાયમ રહે છે (અને કાયમ ન રહે તો તેની કિંમત પણ શી છે?) તે કદી વિડ્યો વિનાને પ્રેમ નથી ; પરંતુ પોતાના માર્ગમાં જે કોઈ વિઘ આવે, તેને ઓળંગી જનાર પ્રેમ હોય છે. સાચે પ્રેમ જાતે હોય છે કે, તેને વિરોધ કરવામાં આવશે જ; પરંતુ તે તેની પરવા કરતું નથી. લગ્નની પ્રતિજ્ઞામાં પ્રેમી કહે છે: “મૃત્યુ સિવાય બીજું કશું જ તને અને મને જુદા પાડી શકે, તે ઈશ્વર મને તેટલી અથવા તેથી પણ વધારે સજા કરજે.' સામાજિક બળ તરીકે પણ પ્રેમ સતત પિતાના વિરોધીઓનો સામનો કર્યા કરે છે; અને આપણા સામાજિક જીવનમાં જે સ્થળે ખેંચતાણ સૌથી વધુ પ્રબળ હોય છે, તે સ્થળે જ તે સૌથી વધુ જવલત બન્યું હોય છે. એક બૌદ્ધ ધર્મગ્રંથમાં લખ્યું છે કે, પ્રેમ શ્રેષને હાંકી કાઢે છે. એ વાત સાચી છે. પરંતુ જે દ્વેષને હાંકી કાઢવામાં આવ્યું હોય છે, તે હંમેશાં અંદર પેસવાનો પ્રયત્ન કરતા બારણા આગળ જ ઊભું રહે છે. આપણે જે એમ માનતા હોઈએ કે, પ્રેમનું બળ એવું છે કે તેને જે આ જગતમાં પ્રવર્તાવવામાં આવે, તો તે સઘળા વિરોધોને હંમેશને માટે શાંત કરી દે, અને એક એવું દઢ સામ્રાજ્ય પ્રવર્તાવે કે જેની સામે હુમલે કરવાની કોઈ હિંમત ન કરી શકે, તે આપણે ભ્રમણામાં જ પડ્યા છીએ એમ કહેવું જોઈએ. કારણ કે, એ પ્રેમનું બળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org