SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણવિકાસ વસ્તુઓમાં ઉત્તમતા આણવાના બધા પ્રયત્નોનો હેતુ અંતે માનવ બાળકોને ઉત્તમ બનાવવાનો જ હઈ શકે, એ વસ્તુ કદાચ બધા જ કબૂલ કરશે. કામકાજમાં દાખવવામાં આવેલી ઉત્તમતાથી કામદાર પોતે ઉત્તમ ન થાય, તે તે નિરર્થક છે. તેના કામકાજમાં ઉત્તમતા સાધતાં તે પોતે વધુ કીમતી બને છે કે નહીં? તે જે વસ્તુ બનાવે છે તે તો ઉત્તમ થશે એ ઉઘાડું છે; પણ તે ઉપરાંત તે પોતે જેવો છે તેની દૃષ્ટિએ-અર્થાત્ તેના કામકાજ દરમ્યાન તેણે સાધેલી ઉત્તમતાની ઉપાસનાને કારણે તે કામદાર પિતે સંતોષકારક બને છે? –વધારે સારે સાથી કે ભેરુબંધ બને છે?—વધારે ડાહ્યો સલાહકાર થાય છે?— જોવો ગમે તે રૂપાળે બને છે? – સુખના દિવસે માં ઈચ્છવા લાયક આનંદી સેબતી બને છે?— દુઃખના દિવસમાં દિલાસે આપનાર દઢતર સાથીદાર બને છે?—વધારે ન્યાયી શેઠ બને છે?— વધારે પ્રમાણિક નોકર બને છે?— વધારે સારે પડોશી બને છે?— વધારે સાચો મિત્ર કે વધારે વફાદાર પ્રેમી બને છે? સારું કામકાજ કરવાથી કામદારોમાં એવી વૃત્તિ જન્મે છે ખરી, કે જેથી તેઓ કારખાનામાં (કે જે અલબત્ત જુદી દુનિયા જ છે) એકબીજાની હાજરીને વધુ આવકારે અને તેમને મનમાં એ ભાવ થાય કે, એક કરતાં બે ભલા? કે પછી તેઓને, મિ. હાડીની નવલકથામાંના પેલા દુષ્ટ છોકરાની પિઠે, મનમાં એવું જ થાય છે કે, “અમે ઘણા વધારે થઈ ગયા છીએ, આ બધામાંથી કેટલાક ન જમ્યા હોત તો સારું થાતથોડાકને ફાંસી દઈ દેવામાં આવે તેય સારું, ચાલો હવેથી આપણે આપણું વસ્તી ઓછી કરવા માંડીએ? ઉત્તમતાના સાધક કારીગરોમાં માનવપ્રેમથી છેક જ વિપરીત એવી ઉપર ટકેલી ભાવનાને અભાવ થઈ જાય • ૧. “જયડ ધી સ્કર'. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy