________________
૧૮૨
સર્વોદયની જીવનકળા ચર્ચાસ્પદ, કટોકટી ભરેલા અને આવેશયુક્ત મુદ્દાઓની જાતના જ હોય છે, અને તેમનો નિવેડે લાવવા માટે, હૈ. ઈસના જણાવ્યા મુજબ, રાજકીય આગેવાનો, રાજદ્વારી મુત્સદ્દીઓ કે રાજકર્તાઓના વર્ગને માણસ ઉપયેગી નહીં જ થાય. પરંતુ આજકાલ ઔદ્યોગિક વિકાસ પામેલી બધી પ્રજાઓમાં ઉદ્યોગને વધુ ને વધુ પ્રમાણમાં રાજકીય નિયંત્રણ હેઠળ લાવવાનું વલણ વધુ ને વધુ દઢ થતું જાય છે. થોડા વખત ઉપર કાયદાઓના
વળગાડ’ વિષે ફરિયાદ કરનારા એક આગેવાન ઉદ્યોગપતિએ પિતાને ઉકળાટ વ્યક્ત કરવા બહુ શિષ્ટ ભાષા પસંદ કરી ન કહેવાય; તે પણ આજે કઈ દિશામાં વાયરે વાઈ રહ્યો છે, એ વસ્તુ તે અચૂક સૂચવી રહ્યો હતે. - આજનું જગત જે જાતના લેકશાસનથી પરિચિત છે, તે જાતનું લોકશાસન મૂળે કાંઈ ઉદ્યોગનું નિયંત્રણ કરવા માટે તેમજ માલની “ઉત્પત્તિનાં સાધનોની માલકી તેમજ વહીવટ સંભાળવા માટે જવામાં આવ્યું નહોતું, એ વસ્તુ વારંવાર બધાના લક્ષ ઉપર લાવવી જોઈએ. ઊલટું, તે તે ઉદ્યોગોને કાયદાઓની દખલગીરી વિના પોતે પોતાનું ફેડી લેવા માટે સ્વતંત્ર રાખવાના ખ્યાલથી જ જવામાં આવ્યું હતું. એ વસ્તુ ભલે દીર્ઘદૃષ્ટિભરી ન હોય, તેમ જ ધંધારોજગારમાં કોઈ પણ જાતને નિયંત્રણના અભાવથી ઊભાં થતાં બધાં અનિષ્ટો ઉદ્યોગોને પણ ભલે લાગુ પડતાં હોય; તોપણ, ઇંગ્લંડ કે અમેરિકામાં આજે પ્રચલિત લેકશાસનના તંત્રની રૂપરેખા એ ભાવનાથી અને એ હેતુથી ઘેરવામાં આવી હતી, એ તે નકકી જ છે. પરંતુ હવે તે તંત્રને તેથી તદ્દન ઊલટા હેતુ માટે જ વાપરવાનું વલણ આપણે વધારે ને વધારે પ્રમાણમાં અખત્યાર કરતા જઈએ છીએ. ઉદ્યોગ ઉપર રાજસત્તાને કઈ પણ પ્રકારનો અંકુશ હેય એ યોગ્ય છે કે ન હે, પરંતુ એટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org