________________
નીતિધર્મનું ઓદ્યોગિક સ્વરૂપ
૧૩૩ સાચા મૂલ્યની, અને એ કામ-ધંધા દ્વારા નિર્વાહિત કરેલા જીવનને સાચા મૂલ્યની વચ્ચે જેમ ઉઘાડે તથા ખૂબ જ આંતરિક સંબંધ હોય છે, તેમ આખી ઔદ્યોગિક સંસ્કૃતિ પણ સરવાળે જે સુખ ભેગવે છે, તથા જે કાંઈ અનિષ્ટો સહન કરે છે, તેનું અંતિમ કારણ (મનુષ્યના હાથ બહારનાં કારણે બાદ કરતાં) તેના ઉદ્યોગના સારા યા નરસા પણ સાથે સંકળાયેલું હોય છે. વ્યક્તિનું રેજનું કામકાજ જે હલકા પ્રકારનું, એક જ પ્રકારની જડ પુનરાવૃત્તથી ભરેલું, કે બીજી કોઈ રીતે દૂષિત હશે, તે તે કામકાજ દ્વારા તે જે જીવન ગુજારશે તેમાં પણ તે બધાનું પ્રતિબિંબ પડવાનું જ. એથી ઊલટું પણ તેટલું જ સાચું છે. તે જ પ્રમાણે જે સંસ્કૃતિને પાયે કુશળતા વિનાની જડ મજૂરી ઉપર રચાયેલું છે, અને જેનો નિર્વાહ એવી મજૂરી વડે જ ચાલે છે, તેનાં તે નિમિત્તે ઉત્પન્ન થતાં દુખે તમે કોઈ પણ પ્રકારના બંધારણીય કે ક્રાંતિકારી રાજકીય ફેરફારો વડે દૂર નહિ કરી શકે. ઊલટું, રેજના ઉદ્યોગની નિઃસત્ત્વતા અને નિર્માલ્યતાની છાપ તેની રાજકીય પ્રવૃત્તિઓ ઉપર પણ પડશે.
આજકાલ કુશળતા વિનાની નિજીવ મજૂરી જ લાખે માણસે માટે આજીવિકાનું એકમાત્ર સાધન રહ્યું છે. અને પરિણામે તેઓ તેના વડે જડ અને મૂઢ જીવન જ નિર્વાહિત કરી શકે તેમ છે તેમ જ માલની જથાબંધ યાંત્રિક ઉત્પત્તિએ તેનું પ્રમાણ એટલું બધું વધારી મૂક્યું છે કે, આજે તે તે આપણી સંસ્કૃતિ માટે એક મોટી આફત સમાન બની રહ્યું છે. તેમ છતાં દુનિયામાં હજુ એટલા પ્રમાણમાં સારા કામદારે કે પ્રાણવંતું કામકાજ અસ્તિત્વમાં છે કે જેથી આપણે નવું તથા વધુ તંદુરસ્ત રાજકીય જીવન જીવી શકીએ તેમ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org