________________
નીતિધર્મનું ઔદ્યોગિક સ્વરૂપ ૧૩૧ કારણ કે, એ આર્થિક નિયમ છે કે, જે માણસ જાતે કુશળતાપૂર્વક કામ કરે છે, તે બીજાઓ પણ તેને માટે કુશળતાથી કામ કરે એમ ઈચ્છે છે; જોકે આજકાલ એ નિયમ તરફ બહુ જ દુર્લક્ષ કરવામાં આવે છે – અને બીજી બાજુથી તેને લીધે સમાજના બધા વર્ગોમાં કુશળતા દાખવવાની જરૂર પડે તેવા કામકાજ માટે મૂંગી પણ અટળ માગ ઊભી થતી જશે. કુશળતા પ્રાપ્ત કરવા દ્વારા મળેલા પ્રકાશથી એ પેઢી સ્પષ્ટ જોઈ ગઈ હશે કે, માણસનું “અંતિમ ધ્યેય સિદ્ધ કરવાનો એ એક જ ચોકસ માર્ગ છે. આ બધાં બળે ઠીક ઠીક કામ કરતાં થઈ જાય, એટલે પછી જથાબંધ યાંત્રિક ઉત્પત્તિનું અંતિમ ભાવી આપણે દૈવ ઉપર છેડી દઈએ તોપણ વાધો નથી.
૧૧
નીતિધર્મનું ઔદ્યોગિક સ્વરૂપ અહીં સુધી આવેલ વાચક સમજી ગયું હશે કે, આ વ્યાખ્યાનો મારે એક મુખ્ય હેતુ, નાગરિકને ઔદ્યોગિક વ્યક્તિ ગણી, તેના હકે અને ફરજો તપાસવાને છે. એમ કરવામાં હું તેની રાજકીય બાજુને બાતલ કરવા કે નિષેધવા માગતું નથી, પરંતુ સામાન્ય રીતે “રાજકીય” અને “ઔદ્યોગિક દષ્ટિબિંદુને જે કમમાં વિચારમાં આવે છે, તે ક્રમ હું બદલવા માગું છું. અત્યાર સુધી આ વિષય ઉપર લખનારા ઘણા લેખકે નાગરિકતાની કલ્પનામાં રાજકીય બાજુને જ પ્રાધાન્ય આપતા આવ્યા છે; અને ઔદ્યોગિક બાજુ તો રાજકીય બાજુની આસપાસ ગમે ત્યાં ગોઠવાઈ જશે એમ માની લઈ તેને તેમણે પડતી જ મૂકી છે. તેથી જુદું હું એમ સૂચવવા માગું છું કે, નાગરિકના હકો અને ફરજોની મુખ્ય રૂપરેખા, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org