________________
વિચારે અંગ્રેજી ભણેલા લેકે બહુ વાંચે છે. જેકસ એ રીતે નથી જાણમાં આવ્યા એ સારું નથી, એમ હું માનું છું. જેસમાં જેવું સર્વતોભદ્ર ઊંડાણ અને માનવ્યની તથા સમાજની સૂક્ષ્મ અધ્યાત્મદષ્ટિ છે, તેવું ઉપરના અર્વાચીનોમાં નથી. જેક્સની સરખામણીમાં તેઓ રહસ્યની બાબતમાં ઊણું લાગે છે. એક જ વાત આ ચોપડીમાંથી ટાં. રસેલે સુખને જીવનનું એક મહા મૂલ્ય માની તે ઉપર “સુખની સાધના” (The Conquest of Happiness) ગ્રંથ લખે. એમ જ યુરોપના કેટલાય લેખકે સુખ, ફુરસદ, નવરાશ, વધુ આરામ ઈ. શબ્દો દ્વારા પિતાની સામાજિક વિચારણું ઘડે છે. વસ્તુતાએ જોતાં આ ઉપરછલી નજર ગણાય, અને તે જેકસની નથી. તે વસ્તુના આત્માને પકડી વિચાર કરે છે. તેથી કરીને સુખ વિષે ટૂંકમાં જ તે આમ પતાવી દે છે: “સારી સમાજવ્યવસ્થા આપણને સુરક્ષિતતા જરૂર આપે છે, પરંતુ તે જે લાવી આપે છે તે આપણું “સુખ” છે કે કેમ, એ બાબતમાં મને મટી શંકા છે. “સુખની બાબતમાં આપણને સંતોષ આપવો મુશ્કેલ છે. અને આપણે તેની “સરખી વહેંચણી ની બૂમો ભલે પાડ્યા કરીએ, પરંતુ તે સરખી રીતે વહેંચાયું કે નહિ, એ કઈ માણસ કદી કહી શક્યા નથી. સુખને જ એય બનાવવામાં રહેલી અનેક મુશ્કેલીઓમાંથી એ એક છે. કારણ કે, સુખના બીજાઓએ નિયત કરેલા પ્રકારે આપણને ભાગ્યે જ આકર્ષી શકે. આપણે જે સુખ ભોગવીએ, તેમાં હંમેશ આપણું વ્યક્તિત્વ થોડે ઘણે અંશે આપણે દાખવવા ઈચ્છીએ છીએ. પરંતુ સમાજવ્યવસ્થા જ જે આપણું સુખ પૂરું પાડતી હોય, તે તે તે અમુક ઢાળેલાં ચેકસ બીબાંમાં જ આપણને પૂરું પાડી શકે. ...” (પૃ. ૧૬૫.) અહીં હું ગીતાના આ વાક્યનું સામાજિક ભાષ્ય નિહાળવા સૂચવું છું: “સુવઃ સમે સ્વા..”
અર્વાચીને કેટલાક વાદમાં “પરિસ્થિતિ” એક બડી પ્રબળ દેવી જેવી શક્તિ લેખાય છે. અને કેટલાય જુવાને, “તે દેવીનું ખપ્પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org