________________
પુરિસાનાણી શ્રીપાલ્વનાથજી
અતિશયા સમધી અને તીર્થંકરની પ્રતિમાની સ્થાપના સબંધી સ હકીકત કહી મતાવી.
પછી શ્રી જિનાકત વિધિવડે તે તીર્થંકરની પ્રતિમાની તેણે પ્રતિષ્ઠા કરાવી. અન્યદા તે સાગરદત્ત પાર્શ્વ પ્રભુની પાસે જ દીક્ષા લીધી. પછી સુર અસુરે એ સેવાતા અને સ અતિશયવડે સપૂર્ણ એવા પ્રભુએ પરિવાર સાથે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો.
નાગપુરીમાં નાગેન્દ્રની જેમ નાગપુરી નામની નગરીમાં યશસ્વીઓમાં અગ્રેસર સૂરતેજ નામે રાજા હતા. તે નગરીમાં ધનપતિ નામે એક ધનાઢય શ્રેષ્ઠી રહેતા હતા. તે રાજાને ઘણા પ્રિય હતા. તેને ઘેર સુંદરી નામે એક શીલવડે સુંદર સ્રો હતી. પિતામહના નામ પ્રમાણે નામવાળા મદત્ત નામે તેને એક વિનીત અને ગુણવાન પુત્ર હતા. તે અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયા.
તે સમયે વત્સ નામના વિજયમાં કૌશાંબી નગરીને વિષે શત્રુઆનું માનભંગ કરનાર માનભંગ નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરીમાં જિનધર્મમાં તત્પર જિનદત્ત નામે એક ધનાઢય શ્રેષ્ઠી વસતા હતા. તેને વસુમતી નામે સ્ત્રી હતી. તેએને પ્રિયદર્શના નામે એક પુત્રી થઈ હતી. અંગદ નામના વિદ્યાધરની પુત્રી મૃગાંકલેખા નામે તેની રાખી હતી. તે જૈનધર્મમાં લીન હતી.
તે બન્ને સખીએ દેવપૂજા, ગુરુની ઉપાસના અને ધર્માખ્યાન વગેરે કૃત્યેાવડે જ દિવસેા નિર્ગમન કરતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org