________________
૮૩.
શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ ઉત્સાહવાળા થઈને પ્રારંભેલું કાર્ય છોડતા નથી, તેઓને દૈવ પણ વિદન કરતાં શંકા પામે છે.”
આ પ્રમાણે વિચારી, શુકનગ્રંથિ બાંધો વહાણ લઈને સિંહલદ્વીપ તરફ ચાલે, પરંતુ પવનને યોગે તે રત્નદ્વીપે આ .
ત્યાં પિતાને સર્વ માલ વેચીને તેણે રત્નોને સમૂહ ખરીદ કર્યો. તેનાથી વહાણ ભરીને તે પિતાની નગરી તરફ ચાલ્ય; તે રને જોઈને લુબ્ધ થએલા ખલાસીઓએ તેને રાત્રે સમુદ્રમાં નાખી દીધો. દેવયોગે પ્રથમ ભાંગેલા કઈ વહાણનું પાટિયું તેને હાથ આવવાથી તેનાથી તે સમુદ્ર ઉતરી ગયે. ત્યાં કિનારા ઉપર પાટલાપથ નગર હતું. તે નગરમાં પ્રવેશ કરતા ત્યાં રહેલા તેના સસરાએ તેને જે, એટલે તે તેને પોતાના આવાસમાં લઈ ગયો.
પછી સ્નાન ભજન કરીને વિશ્રાંત થએલા સાગરદત્ત મૂળથી માંડીને ખલાસીઓ સંબંધી વૃત્તાંત પિતાના સસરાને કહ્યો. સસરાએ કહ્યું કે “હે જામાતા ! તમે અહીં જ રહે. એ કુબુદ્ધિવાળા ખલાસીઓ તમારા બંધુજનની શંકાથી તામલિસી નગરીએ નહીં જાય, પણ ઘણું કરીને તે અહીં જ આવશે. સાગરદત્ત ત્યાં રહેવાનું કબૂલ કર્યું. પછી તેના સસરાએ એ વૃતાંત ત્યાના રાજાને જણાવ્યું. “દીર્ઘદશી પુરૂષને એવો ન્યાય છે.”
કેટલેક દિવસે પેલું વહાણ તે જ બંદરે આવ્યું, એટલે સાગરદન પાસેથી જેમણે બધાં ચિન્હ જાણ્યાં હતાં એવા રાજ્યના આરક્ષક પુરૂષએ તે વહાણને ઓળખી લીધું. પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org