________________
શ્રીપાર્થ પ્રભુને વિહાર અને કેવલજ્ઞાન તેમને સ્થિતિ, ઉત્પાદ અને વ્યયરૂપ ત્રિપદી કહી સંભળાવી. તે ત્રિપદીના સાંભળવા માત્રથી તેમણે સર દ્વાદશાંગીની રચના કરી. “બુદ્ધિમાનને કરેલો ઉપદેશ જળમાં તેલના બિંદુની જેમ પ્રસરી જાય છે. ”
પ્રથમ પૌરૂષી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાસ કરી. બીજી પૌરૂષીમાં આર્યદત્ત ગણધરે દેશના આપી. પછી શકેંદ્ર વગેરે દેવતાઓ તથા મનુષ્ય પ્રભુને પ્રણામ કરીને પ્રભુની દેશનાને સંભારતા પિતપતાને સ્થાનકે ગયા.
પાર્શ્વનાથના તીર્થમાં કાચબાના વાહનવાળે, કૃષ્ણવર્ણ ધરનારે, હસ્તી જેવા મુખવાળે, નાગની ફણના છત્રથો શેભતો, ચાર ભુજાવાળે, બે વામ ભુજામાં નકુલ અને સર્પ તથા બે દક્ષિણ ભુજામાં બીજેરૂં અને સર્પ ધારણ કરનારે પા નામે યક્ષ શાસનદેવતા થયા.
કુર્કટ જાતિના સર્પના વાહનવાળી, સુવર્ણના જેવા વર્ણવાળી બે દક્ષિણ ભુજામાં પદ્મ અને પાશ તથા બે વામ ભુજામાં ફળ અને અંકુશ ધરનારી પદ્માવતી નામે ચક્ષણ શાસનદેવી થઈ
તે બને શાસનદેવતા જેમની પાસે નિરંતર રહે છે અને બીજા પણ અનેક દે અને મનુષ્ય વિનીત થઈને જેમની સેવા કર્યા કરે છે એવા પાર્શ્વપ્રભુ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org