________________
૭૮
પુરિસાદાણી શ્રીપાર્શ્વનાથજી
કાયાથી દુષ્ટ પ્રણિધાન, અનાદર અને સ્મૃતિનું અનુપસ્થાન-એ પાંચ સામાયિક વ્રતના અતિચાર છે.
પ્રેષ્ય પ્રયાગ, આનયન પ્રયોગ, પુદ્ગલના પ્રક્ષેપ, શબ્દાનુપાત એ પાંચ દેશાવકાશિક વ્રતના અતિચાર છે. ૧-૨ સંથારાદિ અને ઉચ્ચારાદિ ખરાખર જોયા વિના કે પ્રમાજ્યાં વિના મૂકવાં ને લેવાં. ૩ અનાદર, ૪ પારણાદિકની ચિંતા અને ૫ સ્મૃતિનું અનુપસ્થાન-એ પાંચ પૌષધ વ્રતના અતિચાર છે.
સચિત્તની ઉપર મૂકી દેવું, સચિત્તવડે ઢાંકવું, કાળનું ઉલ્લંઘન કરીને આમંત્રણુ કરવા જવું, મત્સર રાખવા અને મિથ્યા વ્યપદેશ કરવા એ પાંચ ચેાથા અતિથિસ વિભાગ નામના શિક્ષાવ્રતના અતિચાર છે. આ પ્રમાણે અતિચારાએ રહિત એવા વ્રતને પાળનારા શ્રાવક પણ શુદ્ધાત્મા થઈ અનુક્રમે ભવખંધનથી મુક્ત થઈ જાય છે.
""
આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને ઘણાએએ દીક્ષા લીધી અને ઘણા શ્રાવક થયા. · અંતની વાણી કદી પણુ નિષ્ફળ થતી નથી.' મોટઃ મનવાળા અશ્વસેન રાજાએ પણ પ્રતિબેાધ પામી તત્કાળ પેાતાના લઘુ પુત્ર હસ્તિસેનને રાજ્ય સોંપીને દીક્ષા લીધી.
વામાદેવી અને પ્રભાવતોએ પણ પ્રભુની દેશનાવડે સંસારથી વિરક્ત થઇ મેાક્ષસાધન કરાવનારી દીક્ષા ગ્રહણ કરી. પ્રભુને આર્યવ્રુત્ત વગેરે દશગણુધરા થયા. પ્રભુએ ૧ આ ખારે વ્રતના વિશેષ અતિચારા પ્રતિક્રમણુ સૂત્રના અર્થ વગેરેમાંથી જોઈ સમજી લેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org