________________
૭૭ ,
શ્રી પાર્થ પ્રભુના વિહાર અને કેવલજ્ઞાન શીલ, ગળી, ધાવડી અને ટંકણખાર વગેરે વસ્તુને જે વ્યાપાર કરવો તે પાપના ગૃહરૂપ લાક્ષવાણિજ્ય કહેવાય છે. માખણ, ચરબી, મધ અને મદિરા વગેરેને વ્યાપાર કર તે રસવાણિજ્ય કહેવાય છે, અને બે પગવાળાં મનુષ્યાદિ અને ચાર પગવાળાં પશુ આદિને જે વ્યાપાર કરે તે કેશવાણિજ્ય કહેવાય છે. કોઈ પણ જાતનું ઝેર, કોઈ પણ જાતનું શસ્ત્ર, હળ, યંત્ર, લેહ અને હરિતાળ વગેરે જીવિતને નાશ કરનારી વસ્તુઓને જે વ્યાપાર કરવો તે વિષવાણિજ્ય કહેવાય છે. તલ, શેરડી, સરસવ અને એરંડ વગેરે જળચંત્રાદિક યંત્રોથી જે પીલવાં તથા પત્રમાંથી તેલ–અત્તર કાઢીને તેને જે વ્યાપાર કરવો તે યંત્ર પીડા કહેવાય છે.
પશુઓનાં નાક વધવા, ડામ દઈને આંકવાં, મુષ્કછેદ (ખાસી કરવા), પૃષ્ઠ ભાગને ગાળ અને કાન વગેરે અંગ વીંધવાં તે નિલીંછન કર્મ કહેવાય છે. દ્રવ્યને માટે મેના, પોપટ, માજ, કૂતરા, કુકડા અને મોર વગેરે પક્ષીને પાળવાં પિષવા અને દાસીઓનું પોષણ કરવું તે અસતીપિષણ કહેવાય છે. વ્યસનથી અથવા પુણ્યબુદ્ધિથી એમ બે પ્રકારે દાવાનળનું આપવું તે દવદાન કહેવાય છે. અને સરેવર, નદી તથા દ્રહો વગેરેના જળને શેષો લેવાના ઉપાય કરવા તે સર:શેષ કહેવાય છે. આ પ્રમાણે પંદર કમોદાન સમજવાં અને તેને ત્યાગ કરવો.
સંયુકત અધિકરણતા, ઉપભેગઅતિરિક્તા, અતિવાચાલતા, કોકુચી અને કંદર્પચેષ્ટા-એ પાંચ અનર્થદંડવિરમણ નામના આઠમા વ્રતના અતિચાર છે. મન, વચન અને
વીંધવી
૨, કૂતરા, કે
પાષણ કરવું એમ બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org