________________
૭૬
પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી ત્યાગ કરવો. એ ખર કર્મ અંદર પ્રકારનાં કર્માદાનરૂપ છે. ' તે આ પ્રમાણે અંગારજીવિકા, વનજીવિકા, શકટ
જીવિકા, ફેટજીવિકા, દંતવાણિજ્ય, લાક્ષવાણિજ્ય, રસવાણિજ્ય, કેશવાણિજ્ય, વિષવાણિજ્ય, ચંપીડા, નિર્ધા છન, અસતીપષણ, દવદાન અને સર:શેષ–એ પંદર પ્રકારનાં કર્માદાન કહેવાય છે.
અંગારાની ભઠ્ઠી કરવી, કુંભાર, લુહાર તથા સુવર્ણકા૨૫ણું કરવું અને ચુનો તથા ઇંટે પકાવવી, એ કામ કરીને જે આજીવિકા કરવી તે અંગારજીવિકા કહેવાય છે
છેદેલાં ને વગર છેદેલાં વનનાં પત્ર, પુષ્પ અને ફળને લાવીને વેચવાં, અને અનાજ દળવું–ખાંડવું, એ કામ કરીને જે આજીવિકા કરવી તે વનજીવિકા કહેવાય છે.
શકટ એટલે ગાડાં અને તેનાં પૈડાં, ધરી વગેરેનાં અંગને ઘડવાં, ખેડવાં અને વેચવાં, એથી જે આજીવિકા કરવી તે શકટજીવિકા કહેવાય છે. ગાડાં, બળદ, પાડા, ઊંટ, ખર, ખચ્ચર અને ઘોડાઓને ભાડે આપી, ભાર વહન કરાવીને તેના વડે જે આજીવિકા કરવી તે ભાટકજીવિકા કહેવાય છે. સરોવર તથા કૂવા વગેરે ખોદવા અને શિલા પાષાણને ઘડવાં, એમ પૃથ્વી સંબંધી જે કાંઈ આરંભ કરવા અને તે વડે આજીવિકા કરવી તે ફેટજીવિકા કહેવાય છે.
પશુઓનાં દાંત, કેશ, નખ, અસ્થિ, ત્વચા અને રૂંવાડાં વગેરે તેનાં ઉત્પત્તિસ્થાનથી ગ્રહણ કરીને તે ત્રણ અંગેને જે વ્યાપાર કરવો તે દંતવાણિજ્ય કહેવાય છે. લાખ, મણ
તેનાં પૈડાં,
ખેડવાં અને
કરવી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org