________________
૭૪
પરિસાદાણુ શ્રી પાર્શ્વનાથજી તમે કરણા કરી છે માટે તમારી કરૂણા ક્યાં નથી ? (અર્થાત સર્વત્ર છે.)
હે પ્રભુ ! જ્યાં ત્યાં રહેતા અને ગમે ત્યાં જતા એવા અમને હમેશાં આપત્તિને નિવારનાર એવું તમારા ચરણકમળનું સ્મરણ હજો.”
આ પ્રમાણે સ્તુતિ કરી શકે અને અશ્વસેન રાજા વિરામ પામ્યા. પછી શ્રી પાર્શ્વનાથ ભગવંતે આ પ્રમાણે દેશના આપવા માંડી: “અહો ભવ્ય પ્રાણીઓ ! જરા, રેગ અને મૃત્યુથી ભરેલા આ સંસારરૂપ મેટા અરણ્યમાં ધર્મ વિના બીજે કઈ ત્રાતા નથી, માટે હમેશાં તે જ સેવવા
ગ્ય છે. તે ધર્મ સર્વવિરતિ અને દેશવિરતિ એમ બે પ્રકાર છે. તેમાં અનગારી સાધુઓને પહેલા સર્વવિરતિ ધર્મ છે. તે સંયમાદિ દશ પ્રકારને છે, અને આગારી–ગૃહસ્થને બીજે દેશવિરતિ ધર્મ છે. તે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત એમ બાર પ્રકાર છે.
જે તે વ્રત અતિચારવાળાં હોય છે તે સુકૃતને આપતા નથી, તેથી તે એક એક વ્રતના પાંચ પાંચ અતિચાર છે તે તજવા યોગ્ય છે. પહેલું વ્રત જે અહિંસા, તેમાં ક્રોધવડે બંધ, છવિચ્છેદ, અધિક ભારનું આરોપણ, પ્રહાર અને અન્નાદિકને રેધ–એ પાંચ અતિચાર છે–બીજું વ્રત સત્ય વચન તેના મિથ્યા ઉપદેશ, સહસા અભ્યાખ્યાન, ગુહ્ય ભાષણ, વિશ્વાસીએ કહેલા રહસ્યને ભેદ અને ફૂટ લેખએ પાંચ અતિચાર છે. ત્રીજું વ્રત અસ્તેય (ચોરી ન કરવી) તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org