________________
શ્રીપાર્થપ્રભુને વિહાર અને કેવલજ્ઞાન અને પ્રભુના દર્શનની ઈચ્છાથી ત્વરાવાળા થએલા રાજાએ એ ખબર તરત વામાદેવીને કહ્યા. પછી અશ્વસેન રાજા વામદેવી રાણીને તથા પરિવારને લઈને સંસારસાગરથી તારનાર સમવસરણમાં આવ્યા.
હર્ષથી પૂર્ણ મનવાળા રાજા પ્રભુને પ્રદક્ષિણા દઈ પ્રણામ કરીને શકેંદ્રની પછવાડે બેઠા. પછી શકેંદ્ર અને અશ્વસેન રાજા ઊભા થઈ, ફરી વાર પ્રભુને નમી, મસ્તક પર અંજલી જોડીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા
હે પ્રભુ! સર્વત્ર ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળના ભાવને પ્રકાશ કરનારું તમારું આ કેવળજ્ઞાન જય પામે છે. આ અપાર સંસારરૂપ સમુદ્રમાં પ્રાણીઓને વહાણુરૂપ તમે છે અને નિયમક પણ તમે જ છો.
હે જગત્પતિ! આજનો દિવસ અમારે સર્વ દિવસમાં રાજા જેવો છે, કારણ કે જેમાં અમારે તમારા ચરણદર્શનને મહોત્સવ પ્રાપ્ત થએલ છે. આ અજ્ઞાનરૂપ અંધકાર કે જે મનુષ્યની વિવેકદષ્ટિને લૂંટનારે છે, તે તમારા દર્શનરૂપ ઔષધિના રસ વિના નિવૃત્ત થતો નથી. આ મહત્સવ નદીના નવા આરાની જેમ પ્રાણીઓને આ સંસારમાંથી પાર ઊતારવાને એક નવા તીર્થ (આરા)રૂપ છે. અનંત ચતુષ્ટયને સિદ્ધ કરનારા, સર્વ અતિશયોથી શેભનારા, ઉદાસીપણામાં રહેનારા અને સદા પ્રસન્ન એવા તમને નમસ્કાર છે. પ્રત્યેક જન્મમાં અત્યંત ઉપદ્રવ કરનારા એવા દુરાત્મા મેઘમાળી ઉપર પણ
૧. વહાણને પાર ઊતારનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org