________________
७२
પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી
ભગવંત ત્યાંથી વિહાર કરતા અનુક્રમે વારાણસી પુરી સમીપે આવી આશ્રમપદ નામના ઉદ્યાનમાં ઘાતકી વૃક્ષની નીચે કાત્સગે રહ્યા. ત્યાં દીક્ષાના દિવસથી ચોરાશી દિવસે વ્યતીત થયે શુભ ધ્યાનથી પ્રભુનાં ઘાતકર્મો તૂટી ગયાં અને ફાગણ માસની કૃષ્ણ ચતુથીએ ચંદ્ર વિશાખા નક્ષત્રમાં આવતાં પૂર્વાલંકાળે શ્રી પાર્શ્વ પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ' - તે વખતે શક પ્રમુખ દેવતાઓએ આસનકંપથી તે હકીક્ત જાણું, ત્યાં આવી સમવસરણની રચના કરી. પ્રભુએ પૂર્વદ્વારથી તે સમવરણમાં પ્રવેશ કર્યો. પ્રથમ સમવસરણની મધ્યમાં આવેલા સત્તાવીશ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષને, મેરૂને સૂર્યની જેમ, પ્રભુએ પ્રદક્ષિણા કરી. પછી તીર્ધાય નમ એમ કહીને શ્રી પાર્શ્વપ્રભુ પૂર્વાભિમુખે ઉત્તમ એવા રત્નસિંહાસન ઉપર બિરાજમાન થયા. વ્યંતરેએ બીજી ત્રણ દિશાઓમાં પ્રભુના જ પ્રભાવથી પ્રભુની જેવાં બીજાં ત્રણ પ્રતિબિંબ વિકુવ્ય. ચારે નિકાયના દેવ, દેવીઓ, નરે, નારીઓ, સાધુ અને સાધ્વીઓ એમ બારે પર્ષદા પ્રભુને નમસ્કાર કરીને પોતપોતાને યોગ્ય સ્થાનકે બેઠી.
તે વખતે પ્રભુને આવો અપૂર્વ વૈભવ જોઈ વનપાળે આવી અશ્વસેન રાજાને આ પ્રમાણે કહ્યું કે: “હે સ્વામિન ! એક વધામણી છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુને હમણાં જગતના અજ્ઞાનને નાશ કરનારૂં કેવળજ્ઞાન ઉત્પન્ન થએલ છે અને મહાઅતિશયસંપન્ન એવા જગત્પતિ શક્રાદિક ઈંદ્રોના પરિવારથી પરવર્યા સતા દિવ્ય સમવસરણમાં બેઠા છે.”
તે સાંભળી રાજાએ તેને યોગ્ય પારિતોષિક આપ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org