________________
૭૧
શ્રી પાર્શ્વપ્રભુનો વિહાર અને કેવલજ્ઞાન દીઠા, તેથી તેણે ચિંતવ્યું કે “ચક્રવતીની ઉપર તેને ઉપદ્રવ કરનારા પ્લેચ્છોના આરાધેલા મેઘકુમારની શક્તિ જેમ વૃથા થાય તેમ આ પાર્શ્વનાથની ઉપર મેં મારી જેટલી હતી તેટલી શક્તિ વાપરી તો પણ તે વૃથા થઈ છે. આ પ્રભુ એક મુષ્ટિથી પર્વતને પણ ચૂર્ણ કરવાને સમર્થ છે; તથાપિ એ કરૂણાનિધિ હોવાથી મને ભસ્મ કરતા નથી; પણ આ ધરણે દ્રથી મને ભય લાગે છે.
આ વૈલોક્યપતિને અપકાર કરીને લાક્યમાં પણ મારી સ્થિતિ થઈ શકશે નહીં, તે પછી હું કને શરણે જઈશ? માટે જે આ પ્રભુનું શરણ મળે તે જ હું ઉગરી શકીશ ને મારું હિત થશે.”
આ પ્રમાણે વિચાર કરીને તત્કાળ મેઘમંડળને સંહરી લઈ ભય પામતે મેઘમાળી પ્રભુની પાસે આવ્યો અને નમસ્કાર કરીને બે કેઃ “હે પ્રભુ ! જે કે તમે તો અપકારી જન ઉપર પણ ક્રોધ કરતા નથી, તથાપિ હું મારા પિતાના દુષ્કર્મથી દૂષિત થએલો હેવાથી ભય પામું છું. આવું દુષ્કર્મ કરીને પણ હું નિર્લજ્જ થઈ તમારી પાસે યાચના કરવા આવ્યું છું; માટે હે જગન્નાથ! દુર્ગતિમાં પડવાની શંકાવાળા આ દીનજનની રક્ષા કરે, રક્ષા કરે.”
આ પ્રમાણે કહી, પ્રભુને ખમાવી, નમસ્કાર કરીને મેઘમાળી દેવ પશ્ચાત્તાપ કરતો કરતે સ્વસ્થાનકે ગયે. પછી પ્રભુને ઉપસર્ગ રહિત થએલા જાણી સ્તુતિ અને પ્રણામ કરીને નાગરાજ ધરણે પણ પિતાને સ્થાનકે ગયા. એટલે રાત્રિ પણ વીતી ને પ્રભાતકાળ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org