________________
શ્રીપાથપ્રભુને વિહાર અને કેવલજ્ઞાન
પ્રહારથી પક્ષીઓ ઉછળી ઉછળીને પડવા લાગ્યા, તેમજ વરાહ અને મહિષ વગેરે પશુઓ આમતેમ નાસભાગ કરવા લાગ્યા. અતિ વેગવડે ભયંકર એવા જળપ્રવાહો અનેક પ્રાણીઓને ખેંચી જવા લાગ્યા અને મેટાં મોટાં વૃક્ષોને પણ મૂળમાંથી ઉમૂલન કરવા લાગ્યા.
શ્રી પાર્શ્વનાથ પ્રભુને ક્ષણવારમાં તો તે જળ ઘુંટણ સુધી આવ્યું, ક્ષણવારમાં જાનુ સુધી પહોંચ્યું, ક્ષણવારે કટિ સુધી થયું અને ક્ષણમાં તો કંઠ સુધી આવી ગયું. મેઘમાળી દેવે જ્યારે તે જળ બધે પ્રસરાવ્યું ત્યારે પદ્મદ્રહમાં લક્ષમીના
સ્થાનરૂપ મહાપદ્મની જેમ પ્રભુ તે જળમાં શેમવા લાગ્યા. રત્નશિલાના તંભની જેમ તે જળમાં પણ નિશ્ચળ રહેલા પ્રભુ નાસિકાના અગ્રભાગ પર દષ્ટિ રાખી રહ્યા, જરા પણ ચલિત થયા નહીં. છેવટે તે જળ પાર્વનાથની નાસિકાના અગ્ર ભાગ સુધી આવ્યું.
તે વખતે અવધિજ્ઞાનથી ધરણેન્દ્રના જાણવામાં આવ્યું કે “અરે ! પેલે બાળતાપસ કમઠ મારા પ્રભુને વૈરી માનીને ઉપદ્રવ કરે છે.”
પછી તત્કાળ પિતાની મહિષીઓ સાથે નાગરાજ ધરણે, વેગથી મનની સાથે સ્પર્ધા કરતો હોય તેમ, ઉતાવળો પ્રભુની પાસે આવ્યા. પ્રભુને નમીને ધરણે કે તેમના ચરણ નીચે કેવળીના આસન જેવું અને નીચે રહેલા લાંબા નાળવાવાળું એક સુવર્ણકમળ વિકુછ્યું.
પછી તે નાગરાજે પિતાની કાયાથી પ્રભુનાં પૃષ્ઠ અને એ પડખાંને ઢાંકીને સાત ફણાવડે પ્રભુને માથે છત્ર કર્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org