________________
૬.
પુરિસાદાણી શ્રીપાનાથજી
પાસે આવ્યા; તથાપિ સરિતાએથી સમુદ્રની જેમ પ્રભુ ધ્યાનથી હિત થયા નહીં.
પછી વિદ્યુત સહિત મેઘની જેમ હાથમાં કૃતિકા(શસ્ત્ર)ને રાખનારા, ઊંચી દાઢાવાળા અને કિલકિલ શબ્દ કરતાં વેતાળેશ વિષુવ્યો. જેની ઉપર સર્પ લટકતાં હાય તેવાં વૃક્ષાની જેમ લાંખી જિહ્વા અને શિશ્નવાળા અને દીર્ઘ જંઘા તથા ચરણથી તાડ વૃક્ષ પર આરૂઢ થયા હોય તેમ લાગતા તેમજ જાણે જઠરાગ્નિની જ હેાય તેવી મુખમાંથી વાળા કાઢતાં તે વૈતાળા હાથી ઉપર શ્વાન દોડે તેમ પ્રભુ ઉપર ઢાડી આવ્યા.
પરંતુ ધ્યાનરૂપ અમૃતના દ્રુહમાં લીન થએલા પ્રભુ તેમનાથી જરા પણ Àાભ પામ્યા નહીં, તેથી દિવસે ઘુવડ પક્ષીની જેમ તે નાસીને કાંઈ ચાલ્યા ગયા. પ્રભુની આવી દઢતા જોઇને મેઘમાળી અસુરને ઊલટા વિશેષ ક્રોધ ચઢયો, તેથી તેણે કાળરાત્રિના સહેાદર જેવા ભયંકર મેઘ આકાશમાં વિષુવ્યો. તે વખતે આકાશમાં કાળજવા જેવી ભયંકર વિદ્યુત થવા લાગી. બ્રહ્માંડને ફાડે તેવી મેઘગર્જના દિશાઓમાં વ્યાપી ગઈ અને નેત્રના વ્યાપારને હરણુ કરે તેવું ઘાર અધકાર છવાઈ ગયું; તેથી અંતરિક્ષ અને પૃથ્વી જાણે એકત્ર પરોવાઈ ગયાં હોય તેમ થઈ ગયાં. પછી આ મારા પૂર્વ વૈરીના હું સંહાર કરી નાખું.” એવી દુર્બુદ્ધિથી મેઘમાળીએ કલ્પાંત કાળના મેઘની જેમ વવા માંડ્યુ.
મુશળ અથવા ખાણુ જેવી ધારાઓથી જાણે પૃથ્વીને કાદાળીવડે ખેાદતા હાય તેમ તે તાડન કરવા લાગ્યા. તેના
૧. લિંગ-પુરુષચિન્હ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org