________________
શ્રી પાશ્વપ્રભુને વિહાર અને કેવલજ્ઞાન
હવે પેલા મેઘમાળી નામના મેવકુમાર દેવને અવધિજ્ઞાનવડે પોતાના પૂર્વભવન વ્યતિકર જાણવામાં આવ્યા, તેથી પાર્શ્વનાથના જીવ સાથે પ્રત્યેક ભવમાં પોતાનું વિર સંભારીને વડવાનળથી સાગરની જેમ તે અંતરમાં અત્યંત કોલવડે પ્રજ્વલિત થશે.
પછી પર્વતને ભેદવાને હાથો આવે તેમ તે અધમ દેવ અમર્ષ ધરીને પાર્શ્વનાથને ઉપદ્રવ કરવા આવ્યો. પ્રથમ તેણે દાઢેરૂપ કરવતથી ભયંકર મુખવાળા વજ જેવા નાનાંકુરને ધારણ કરનારા અને પિંગલ નેત્રવાળા કેશરીસિંહ વિકુવ્યું. તેઓ પંછડાવડે ભૂમિપીઠ પર વારંવાર પ્રહાર કરવા લાગ્યા, અને મૃત્યુના મંત્રાક્ષર જેવા ધુત્કાર શબ્દ કરવા લાગ્યા; તથાપિ ધ્યાનમાં નિશ્ચળ લોચન કરીને રહેલા પ્રભુ તેમનાથી જરા પણ ક્ષોભ પામ્યા નહીં, એટલે ધ્યાનાગ્નિથી ભય પામ્યા હોય તેમ તેઓ ક્યાંઈ ચાલ્યા ગયા.
પછી તેણે ગર્જના કરતાં અને મદને વર્ષતાં જગમ પર્વત જેવા મોટા હાથીઓ વિકુવ્ય. ભયંકરથી પણ ભયંકર એવા તે ગજેન્દ્રોથી પ્રભુ જરા પણ ક્ષેભ પામ્યા નહીં; તેથી તેઓ લજજા પામ્યા હોય તેમ તત્કાળ નાસી ક્યાંઈ ચાલ્યા ગયા.
પછી હિકાનાદથી દિશાઓને પૂર્ણ કરતા અને દયા વિનાના અનેક રીંછ, યમરાજાની સેના જેવા ક્રૂર અનેક ચિત્તાઓ, કંટકના અગ્રભાગથી શિલાઓને પણ ફેડનારા વિડીઓ અને દષ્ટિથી વૃક્ષને પણ બાળી નાખે તેવા દષ્ટિવિષ સર્પો વિકુવ્યું. તેઓ સર્વે ઉપદ્રવ કરવાની ઈચ્છાથી પ્રભુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org