________________
પ્રકરણ નવમું પાથપ્રભુને વિહાર આ કેવલજ્ઞાન બીજે દિવસે કોપકટ નામના ગામમાં ધન્ય નામે ગૃહસ્થને ઘેર પ્રભુએ પાયસન્નથી પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાદિ પંચ દિવ્ય પ્રગટ કર્યો અને ધન્ય પ્રભુનાં પગલાંની ભૂમિ પર એક પાદપીઠ કરાવી.
પછી વાયુની જેમ પ્રતિબંધ રહિત એવા પ્રભુ યુગમાત્ર દષ્ટિ કરતાં અનેક ગ્રામ, આકર અને નગર વગેરેમાં છવાસ્થપણે વિહાર કરવા લાગ્યા. એક વખતે વિહાર કરતાં પ્રભુ કઈ નગરની પાસે આવેલા તાપસના આશ્રમ સમીપે આવ્યા, ત્યાં સૂર્ય અસ્ત થઈ ગયે, એટલે રાત્રિ થવાથી એક કૂવાની પાસે વડવૃક્ષ નીચે જગદ્ગુરુ તેની શાખાની જેમ નિષ્કપણે કાર્યોત્સર્ગ મુદ્રાએ સ્થિત રહ્યા.
૧. યુગ એટલે ઘોંસરું, એટલે ઘેસરા જેટલી (ચાર હાથ) પિતાની આગળની જમીન જોવાવડે ઈસમિતિ પાળીને ચાલતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org