________________
પાકુમારની દીક્ષા
૬પ ઉદ્યાન સમીપે આવ્યા. મરૂબક (મરવા)નાં ઘાટાં વૃક્ષેથી જેની ભૂમિ શ્યામ થઈ ગઈ હતી, જે ડેલરની કળીઓથી જાણે કામદેવની પ્રશસ્તિ (પ્રશંસાપત્ર)ને ધારણ કરતું હોય તેવું દેખાતું હતું, જેનાં મુચકુંદ અને નિકુરનાં વૃક્ષોને ભ્રમરાઓ ચુંબન કરતા હતા, આકાશમાં ઊડતા ચાળી વૃક્ષના પરાગથી જે સુગંધમય થઈ રહ્યું હતું અને જેમાં ઈશુદંડનાં ક્ષેત્રમાં બેસી ઉદ્યાનપાલિકાઓ ઊંચે સ્વરે ગાતી હતી એવા ઉદ્યાનમાં અવસેનના કુમાર શ્રી પાર્વનાથે પ્રવેશ કર્યો.
પછી ત્રીશ વર્ષની વયવાળા પ્રભુએ શિબિકા ઉપરથી ઉતરીને આભૂષણદિક સર્વ તજી દીધું અને ઇંદ્ર આપેલું એક દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કર્યું. માગશર માસની કૃષ્ણ એકાદશીએ ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં આવતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુએ અષ્ઠમ તપ કરીને ત્રણ રાજાઓની સાથે દીક્ષા લીધી. તત્કાળ પ્રભુને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. “એ જ્ઞાન સર્વ તીર્થકરોને દીક્ષા મહોત્સવ વખતે ઉત્પન્ન થાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org