________________
१४
પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી કર્યા. પછી તત્કાળ આયુ પૂર્ણ થવાથી નવકારમંત્રના પ્રભાવથો અને પ્રભુનાં દર્શનથી મૃત્યુ પામીને તે નાગ ધરણ નામે નાગરાજ થયે.
પછી “અહો! આ પાકુમારનું જ્ઞાન અને વિવેક કોઈ અસાધારણ છે” એમ લેકોથી સ્તુતિ કરાતાં પ્રભુ પાતાને સ્થાનકે ગયા.
આ બનાવ જોઈ અને સાંભળી કમઠ તાપસે વિશેષ કણકારી તપ કરવા માંડયું; પરંતુ “મિથ્યાત્વીને અત્યંત કષ્ટ ભગવ્યા છતાં પણ જ્ઞાન કયાંથી હોય?” અનુક્રમે તે કમઠ તાપસ મૃત્યુ પામીને ભુવનવાસી દેવાની મેઘ (સ્વનિત) કુમારનિકામાં મેઘમાળી નામે દેવ થયો
હવે શ્રી પાર્શ્વનાથ પ્રભુએ પિતાનાં ભેગફળવાળાં કર્મને ભગવાઈ ગએલ જાણુને દીક્ષા લેવામાં મન જોડ્યું. તે વખતે તેમના ભાવને જાણતા હોય તેમ લેકાંતિક દેવતાઓએ આવીને પાર્વકુમારને વિજ્ઞપ્તિ કરી કેઃ “હે નાથ! તીને પ્રવર્તા”
તે સાંભળી પ્રભુએ કુબેરની આજ્ઞાથી જાંભક દેવતાઓએ પૂરેલા દ્રવ્યવડે વાર્ષિક દાન આપવા માંડ્યું. પછી શકાદિક ઇડ્રોએ અને અવસેના પ્રમુખ રાજાઓએ પરમપ્રભુ શ્રી પાર્શ્વનાથને દીક્ષાભિષેક કર્યો.
પછી દેવ અને માનવોએ વહન કરવા યોગ્ય એવી વિશાળ નામની શિબિકામાં બેસીને પ્રભુ આશ્રમપદનામના
૧. ભુવનપતિની નાગકુમાર નિકાયના ઇંદ્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org