________________
પુરિસાદાણી શ્રીપાર્શ્વનાથજી
પછી અશ્વસેન રાજાએ ઊભા થઈ ને પગમાં આળેાટતા પ્રસેનજિત્ રાજાને ઊભા કરી એ ભુજાવડે આલિંગન આપી સભ્રમથી પૂછ્યું કે: “હે રાજન! તમારી રક્ષા સારી રીતે થઈ ? તમે કુશળ છે? તમે પોતે અહીં આવ્યા, તેથી મને કઈ પણ કારણની શંકા રહે છે.”
૬૦
પ્રસેનજિત્ ખેલ્યા: “પ્રતાપવડે સૂર્ય જેવા તમે જેના રક્ષક છે, એવા મારે સદા રક્ષણ અને કુશળ જ છે, પરંતુ હે રાજન ! એક દુષ્પ્રાપ્ય વસ્તુની પ્રાર્થના મને સદા પીડે પણ તેપ્રાર્થના તમારા પ્રસાદથી સિદ્ધ થશે. હે મહારાજા! મારે પ્રભાવતી નામે કન્યા છે; તેને મારા આગ્રહથી પાર્શ્વ કુમાર માટે ગ્રહણ કરી. આ મારી પ્રાર્થના અન્યથા કરશે! નહીં.”
ປີ່ າ
અશ્વસેને કહ્યું: · આ મારા પાર્શ્વ કુમાર સદા સંસારથી વિક્ત છે, તેથી તે શું કરશે, તે હજુ મારા જાણવામાં આવતું નથી. અમારા મનમાં પણ સદા એવા મનારથ થયા કરે છે કે આ કુમારને! ચેાગ્ય વધૂ સાથે વિવાહાત્સવ કયારે થશે ? જો કે તે મલ્યવયથી સ્ત્રીસંગને ઇચ્છતા નથી, તે પણ હવે તમારા આગ્રહથી તેના પ્રભાવતી સાથે જ સમજાવીને વિવાહ કરીશુ.’
અશ્વસેન રાજા પ્રસેનજિત્ને સાથે લઈ પાવ કુમારની પાસે આવ્યા અને કહ્યું કે “હું કુમાર ! આ પ્રસેનજિત્ રાજાની પુત્રી સાથે પરણા.”
6.
પાર્શ્વ કુમાર મેલ્યા: હું પિતાજી! સ્ત્રી વગેરેને પરિગ્રહ ક્ષીણુપ્રાય થએલા સંસારરૂપ વૃક્ષનું જીવનૌષધ છે, તેા એવા ત્યાજ્ય સંસારના આરંભ કરનાર એ કન્યાને હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org