________________
પાણિગ્રહણ
પાથર્વકુમારનાં આવાં વચન સાંભળીને પ્રભાવતી ખેદ પામી અને વિચારવા લાગી કે: “આવા દયાળુ પુરૂષના મુખમાંથી આવું વચન નીકળ્યું તે ચંદ્રમાંથી અગ્નિ ઝર્યા જેવું છે. આ કુમાર સર્વની ઉપર કૃપાળુ છે અને મારી ઉપર કૃપા રહિત થયા, તેથી હા! હવે કેમ થશે? આ પરથી એમ જણાય છે કે હું મંદભાગ્યા જ છું. સદા પૂજન કરેલી છે કુળદેવીએ ! તમે સત્વર આવીને મારા પિતાને કાંઈક ઉપાય બતાવે, કેમકે એ હમણાં ઉપાય રહિત થઈ ગયા છે.”
રાજા પ્રસેનજિતે વિચાર્યું કે “આ પાર્શ્વનાથ પિતે. તે સર્વત્ર નિઃસ્પૃહ છે, પરંતુ તે અશ્વસેન રાજાના આગ્રહથી મારો મને રથ પૂર્ણ કરશે, માટે અશ્વસેન રાજાને મળવાને મિષ કરીને હું આમની સાથે જ જાઉં, ત્યાં ઈચ્છિતની સિદ્ધિને માટે હું પોતે જ અશ્વસેન રાજાને આગ્રહ કરીશ.”
આ પ્રમાણે વિચાર કરી તેણે પાર્શ્વનાથકુમારના વચનથી યવનરાજા સાથે મૈત્રી કરીને તેને વિદાય કર્યો.
પાર્શ્વનાથ પ્રભુને વિદાય કરતાં પ્રસેનજિત બે કે: હે પ્રભુ! અશ્વસેન રાજાના ચરણને નમવાને માટે હું તમારી સાથે જ આવીશ.”
પાર્થકુમારે ખુશી થઈને હા પાડી એટલે પ્રસેનજિત રાજા પ્રભાવતીને સાથે લઈને તેમની સાથે વારાણસીમાં આવ્યા. ત્યાં શરણાગતના રક્ષણથી અશ્વસેનને રંજિત કરતા પાર્શ્વનાથે પિતાના દર્શનથી સર્વને અત્યંત આનંદ આપે.
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org