________________
૫૮
પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથ તમેએ આવીને મારે અનુગ્રહ કર્યો.
હે નાથ ! જેમ દયા લાવી અહીં આવીને મારે અનુગ્રહ કર્યો, તેમ આ મારી પુત્રી પ્રભાવતી સાથે વિવાહ કરીને તેવી જ રીતે ફરી વાર અનુગ્રહ કરે. આ પ્રભાવતી દુપ્રાપ્ય વસ્તુની (આપની) પ્રાર્થના કરનાર છે અને આપ દૂર છતાં પણ આપની જ અનુરાગી છે, માટે તેની ઉપર કૃપા કરે કેમકે તમે સ્વભાવથી જ કૃપાળુ છો.”
એ વખતે પ્રભાવતીએ ચિંતવ્યું કે મેંપૂર્વે કિન્નરીઓ પાસેથી જેમને સાંભળ્યા હતા તે પાર્શ્વકુમાર આજે મારા જેવામાં આવ્યા છે. અહે! દષ્ટિથી જોતાં તે સાંભળવા પ્રમાણે જ મળતા આવે છે. દાક્ષિણ્યયુકત અને કૃપાવંત જેવા સંભળાય છે તેવા જ જોવામાં આવે છે. એ કુમારને મારા પિતાએ મારે માટે કયા તે બહુ સારું કર્યું છે, તથાપિ ભાગ્યની પ્રતીતિ નહીં આવવાથી તે પિતાશ્રીનું વચન માનશે કે નહીં એવી શંકાથી આકુળ એવી હું શક્તિ રહ્યા કરું છું.”
પ્રભાવતી આમ ચિંતાતુર રહેતી હતી અને રાજા પ્રસેનજિત્ ઉન્મુખ થઈને ઊભે હતો, તે વખતે પાર્વકુમાર મેઘના નિર્દોષ જેવી ધીર વાણવડે બેલ્યા: “હે રાજન ! હું પિતાની આજ્ઞાથી માત્ર તમારી રક્ષા કરવાને માટે અહીં આવેલ છું, તમારી કન્યા પરણવાને આવેલ નથી, માટે હે કુશસ્થળપતિ ! તમે એ વિષે વૃથા આગ્રહ કરશો નહીં. પિતાનાં વચનનો અમલ કરીને હવે અમે પાછા પિતાની પાસે જઈશું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org