________________
પુરિસાદાણી શ્રીપાશ્વનાથજી સ્થાને પાવકુમારના સુભટો વડે વિસ્મય અને વિજ્ઞાથી જેવાયેલ તે યવનરાજ અનુક્રમે પ્રભુના પ્રાસાદના દ્વાર પાસે આવ્યો.
પછી છડીદારે રજા મેળવીને તેને સભાસ્થાનમાં પ્રવેશ કરાવ્યો, એટલે તેણે દૂરથી સૂર્યની જેમ પ્રભુને નમસ્કાર કર્યો. પ્રભુએ તેને કંઠ ઉપરથી કુહાડે મૂકાવી દીધું.
પછી તે યવન પ્રભુ આગળ બેસી, અંજલિ જોડીને આ પ્રમાણે છે કે: “હે સ્વામિન્ ! તમારી આગળ સર્વે ઇંદ્રિ પણ આજ્ઞાકારી થઈને રહે છે, તો અગ્નિ આગળ તૃણમૂ હની જેમ હું મનુષ્યકીટ તો કેણ માત્ર છું? તમે શિક્ષા આપવાને માટે મારી પાસે દૂતને મેક, તે મોટી કૃપા કરી છે; નહીં તો તમારા ભ્રકુટીના ભંગ માત્રથી હું ભસ્મીભૂત કેમ ન થઈ જાઉં?
હે સ્વામિન! મેં તમારે અવિનય કર્યો તે પણ મારે તે ગુણકારી થયે, જેથી ત્રણ જગતને પવિત્રકારી એવાં તમારાં દર્શન મને થયાં. “તમે ક્ષમા કરે” એમ તમારા પ્રત્યે કહેવું તે પણ ઉચિત નથી, કારણ કે તમારા હૃદયમાં કેપ જ નથી, “હું તમને દંડ આપું” એમ કહેવું પણ ઉચિત નથી, કારણ કે તમે જ સ્વામી છે. ઈંદ્રોએ સેવેલા એવા તમને “હું તમારે સેવક છું” એમ કહેવું તે પણ અઘટિત છે, અને “મને અભય આપે” એમ કહેવું પણ ચોગ્ય નથી; કારણ કે તમે સ્વયમેવ અભયદાતા છે. તથાપિ અજ્ઞાનને લીધે હું કહું છું કે મારા પર પ્રસન્ન થાઓ, મારી રાજ્યલક્ષ્મીને ગ્રહણ કરો અને હું તમારે સેવક છું માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org