________________
પાણિગ્રહણ
પપ જેનું સૂતિકાકર્મ દેવીઓએ કરેલું છે, જેનું ધાત્રીકમ પણ દેવીઓએ કરેલું છે, જેનું જન્મસ્નાત્ર અનેક દેવો સહિત ઈંદ્રોએ કરેલું છે અને દેવો સહિત ઇંદ્ર પોતે જેના સેવક થઈને રહે છે તે પ્રભુની સાથે જે વિગ્રહ કરવો તે હાથીની સાથે મેંઢાએ વિગ્રહ કરવા જેવો છે.
પક્ષીરાજ ગરુડ કયાં અને કાકલ પક્ષી ક્યાં ? મેરૂ ક્યાં અને સરસવને દાણે કયાં? ક્ષુદ્ર શેષનાગ કયાં અને સપે કયાં? તેમ તે પાર્શ્વનાથ કયાં અને તમે કયાં? તેથી
જ્યાં સુધી લોકેના જાણવામાં આવે નહીં, ત્યાં સુધીમાં આત્મહિત કરવાની ઈચ્છાએ કંઠ પર કુહાડે લઈને તમે અશ્વસેનના કુમાર પાર્શ્વનાથને શરણે જાઓ અને વિશ્વને શાસન કરનાર તે પાનાથ સ્વામીના શાસનને ગ્રહણ કરે. જેઓ તેમના શાસનમાં વતે છે, તેઓ આ લેકમાં અને પરલોકમાં નિર્ભય થાય છે.”
પોતાના મંત્રીનાં વચન સાંભળીને યવનરાજ ક્ષણવાર વિચારીને બેલ્યો કે: “હે મંત્રી! તમે મને બહુ સારો બાધ આપે. જેમ કે અંધને કૂવામાં પડતાં બચાવી લે તેમ જડબુદ્ધિવાળા મને તમે અનર્થ માંથી બચાવી લીધો છે.”
આ પ્રમાણે કહી યવનરાજ કંઠમાં કુહાડે બાંધી પાર્શ્વનાથે અલંકૃત કરેલા ઉદ્યાનમાં પરિવાર સહિત આવ્યા. ત્યાં સૂર્યના અ જેવા લાખ ઘેડાઓથી, ઐરાવત હસ્તી જેવા હજારે ભદ્ર ગજેન્દ્રોથી, દેવવિમાન જેવા અનેક રથોથી અને ખેચર જેવા સંખ્યાબંધ પાયદળથી સુશોભિત એવું પાશ્વકુમારનું સૈન્ય જોઈ યવનરાજ અતિ વિમય પામી ગયે. સ્થાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org