________________
૫૪
પુરિસાદાણ શ્રી પાર્શ્વનાથજી ઉત્પન્ન કરે છે. અરે મૂઢ! જગત્પતિ શ્રી પાર્શ્વનાથની માત્ર આજ્ઞાનું ઉલ્લંઘન કરવું, તે પણ તમારી કુશળતાને માટે નથી, તો પછી આ દૂતને ઘાત કરવાની તો વાત જ શી કરવી? તમારા જેવા સેવકો દુર્ઘત ઘેડાની જેમ પિતાના સ્વામીને ખેંચીને તત્કાળ અનર્થરૂપ અરણ્યમાં ફેકી દે છે. તમે પૂર્વે બીજા રાજાઓના દૂતોને ઘર્ષિત કર્યા છે તેમાં જે તમારી કુશળતા રહી છે તેનું કારણ એ હતું કે આપણા સ્વામી તેમનાથી સમર્થ હતા, પણ આ પાર્શ્વનાથ પ્રભુના તે ચોસઠ ઈંદ્રો પણ સેવક છે; તે તેવા સમર્થની સાથે આપણા સ્વામીને તમારા જેવા દુર્વિનીત મનુષ્યકીટવડે જે યુદ્ધ કરવું તે કેટલું બધું હાનિકારક છે?”
મંત્રીનાં આવાં વચન સાંભળી સર્વે સુભટો ભય પામીને શાંત થઈ ગયા. પછી તે તેનો હાથ પકડી મંત્રીએ સામ વચને કહ્યું: “હે વિદ્વાન દૂત! માત્ર શસ્ત્રોપજીવી એવા આ સુભટોએ જે કહ્યું તે તમારે સહન કરવું; કેમકે તમે એક ક્ષમાનિધિ રાજાના સેવક છે. અમે શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસનને મસ્તક પર ચડાવવાને તમારી પછવાડે જ આવશું, માટે એમનાં વચને તમે સ્વામીને કહેશે નહીં.” આ પ્રમાણે સમજાવી અને સત્કાર કરી મંત્રીએ એ તને વિદાય કર્યો.
પછી તે હિતકામી મંત્રીએ પોતાના સ્વામીને આ પ્રમાણે કહ્યું કે: “હે સ્વામિન ! તમે વિચાર્યા વિના જેનું માઠું પરિણામ આવે તેવું કાર્ય કેમ કર્યું ? પણ હજુ સુધી કાંઈ બગડી ગયું નથી, માટે સરવર જઈને તે શ્રી પાકુમારને આશ્રય કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org