________________
પ૩
પાણિગ્રહણ જાય. તું આવું નિષ્ફર બોલે છે, તે છતાં દૂતપણાને લીધે અવય છે, માટે અહીંથી જીવતે જવા દઉં છું, તેથી તું જા અને તારા સ્વામીને જઈને બધું કહે.”
દૂતે ફરીથી કહ્યું કે : “અરે દુરાશય! મારા સ્વામી પાકકુમારે માત્ર તારા પર દયા લાવીને તેને સમજાવવા માટે મને મોકલ્યા છે, કાંઇ અશક્તપણથી મોકલ્યા નથી. જે તું તેમની આજ્ઞા માનીશ તો જેમ તેઓ કુશસ્થળના રાજાનું રક્ષણ કરવાને આવ્યા છે તેમ તને પણ મારવાને ઈચછતા નથી, પરંતુ જે પ્રભુની આજ્ઞા સ્વર્ગમાં પણ અખંડ પણે પળાય છે તેને ખંડન કરીને હે મૂઢબુદ્ધિ! જો તું ખુશી થતો હે તે હું ખરેખર અગ્નિની કાંતિના સ્પર્શથી ખુશી થનાર પતંગના જેવો છે. શુદ્ધ ખદ્યોત (ખજો) ક્યાં અને સર્વ વિશ્વને પ્રકાશિત કરનાર સૂર્ય ક્યાં? તેમ એક શુદ્ધ રાજા એ તું કયાં અને ત્રણ જગતના પતિ પાર્શ્વકુમાર કયાં?”
દૂતનાં વચન સાંભળી યવનના સૈનિકે કોધથી આયુધ ઊંચાં કરીને ઊભા થયા અને ઊંચે સ્વરે કહેવા લાગ્યા : “અરે ! અધમ દૂત, તારે તારા સ્વામીની સાથે શું વૈર છે કે જેથી તેનો દ્રોહ કરવાને માટે તું આવાં વચન બોલે છે ? તું સારી રીતે સર્વ ઉપાયને જાણે છે. ' આ પ્રમાણે કહેતાં એવા તેઓ રેષવડે તેને પ્રહાર કરવાને ઈરછવા લાગ્યા.
તે સમયે એક વૃદ્ધ મંત્રીએ આક્ષેપવાળા કઢાર અક્ષરે કહ્યું કે: “આ હૃત પિતાના સ્વામીને વૈરી નથી, પણ તમે તમારા સ્વામીના વેરી છે કે જે સ્વેચ્છાએ વર્તવાથી સ્વામીને અનર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org