________________
પર
પુરિસાદાણુ શ્રીપાધનાથજી
દિવસે તેઓ કુશસ્થળ સમીપે આવી પહોંચ્યા. ત્યાં ઉદ્યાનમાં દેવતાએ વિકુલા સાત ભૂમિવાળા મહેલમાં આવીને પાર્વકુમાર વસ્યા.
પછી ક્ષત્રિયોની તેવી રીતિ હોવાથી તેમજ દયાને લીધે પ્રભુએ પ્રથમ યવન રાજાની પાસે એક બુદ્ધિવાળા દૂતને શિક્ષા આપીને મોકલ્યા.
દૂત યવનરાજ પાસે જઈ તેને પ્રભુની શક્તિથી સારી રીતે માહિતગાર કરવા માટે કહેવા લાગ્યો કે : “હે રાજન! શ્રીપાકુમાર મારા મુખથી તમને આ પ્રમાણે આદેશ કરે છે કે આ પ્રસેનજિત્ રાજાએ મારા પિતાનું શરણ અંગીકાર કરેલું છે, માટે તેને રોધથી અને વિરોધથી છોડી દે. મારા પિતા પિતે યુદ્ધ કરવાને આવતા હતા, તેમને મહાપ્રયાસે નિવારીને આ હેતુ માટે જ હું અહીં આવેલું છું. હવે અહીંથી પાછા વળીને શીધ્રપણે તમારા ઠેકાણે ચાલ્યા જાઓ. જો તમે જલદી ચાલ્યા જશે તો તમારો અપરાધ અમે સહન કરશું ”
દૂતનાં આવાં વચન સાંભળી લલાટ ઉપર ભયંકર અને ઉગ્ર બ્રકુટી ચઢાવી અવનરાજ બોલ્યો : “અરે દૂત! આ તું શું બોલે છે? શું તું મને નથી ઓળખતો? એ બાળક પાર્વકુમાર અહીં યુદ્ધ કરવા આવ્યા તેથી શું? અને કદી વૃદ્ધ અવસેન રાજા પોતે જ આવ્યો હોત તો તેથી પણ શું ? તે બન્ને પિતા પુત્ર અને બીજા તેના પક્ષના રાજાઓ પણ મારી પાસે કોણ માત્ર છે? માટે રે દૂત ! જા, કહે કે પાવકુમારને પિતાના કુશળની ઈચ્છા હોય તે ચાલ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org