________________
૧૧
પાણિગ્રહણ પડે તેમ નથી, માટે હે પૂજ્ય પિતાજી! તમે અહીં જ રહો.”
પુત્રના અતિ આગ્રહથી તેના ભુજબળને જાણનારા અવસેન રાજાએ તેનું તે અનિંદ્ય વચન સ્વીકાર્યું.
પિતાએ આજ્ઞા આપી એટલે પાકુમાર શુભ મુહૂર્વે હાથી ઉપર બેસીને તે પુરૂષોત્તમની સાથે ઉત્સવ સહિત નગર બહાર નીકળ્યા.
પ્રભુએ પ્રયાણ કર્યું ત્યાં તો ઇંદ્રનો સારથિ આવી, રથમાંથી ઉતરી અંજલિ જોડીને કહેવા લાગ્યું: “હે સ્વામિન્! તમને ક્રોડાથી પણ યુદ્ધ કરવાની ઈચ્છાવાળા જાણુને ઈ આ સંગ્રામમેગ્ય રથ લઈને મને સારથિ થવા માટે મેકલ્ય છે.
હે સ્વામિન્ ! તે ઇંદ્ર “તમારા પરાક્રમ પાસે ત્રણ જગત્ પણ તૃણરૂપ છે” એમ જાણે છે, તથાપિ આ સમય પ્રાપ્ત થવાથી તે પિતાની ભક્તિ બતાવે છે.”
પછી પૃથ્વીને નહીં સ્પર્શ કરતાં અને વિવિધ આયુધથી પૂરેલા એ મહારથમાં પ્રભુ ઈદ્રના અનુગ્રહને લીધે આરૂઢ થયા. પછી સૂર્યના જેવા તેજથી પાર્વકુમાર આકાશગામી રવિડે ખેચરોથી સ્તુતિ કરાતાં આગળ ચાલ્યા પ્રભુને જેવા માટે વારંવાર ઊંચા મુખ કરી રહેલા સુભટોથી શોભતું પ્રભુનું સર્વ સૈન્ય પ્રભુની પછવાડે પછવાડે ચાલ્યું.
પ્રભુ એક ક્ષણવારમાં ત્યાં પહોંચી જવાને અને એકલા જ તે ચવનને વિજય કરવાને સમર્થ છે; પણ સૈન્યના ઉપધથી તેઓ ટુંકા ટુંકા પ્રયાણવડે ચાલતા હતા. કેટલેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org