________________
૪૮
પુરિસાદાણી શ્રીપા નાથજી
જેવા લાગવા માંડયો. રેશમી વસ્ત્ર અંગારા જેવા લાગવા માંડવા અને હાર ખડ્ગની ધાર જેવા જણાવા લાગ્યા. તેના અંગમાં જળની પસલીને પણ પચાવે તેવા તાપ નિરંતર રહેવા લાગ્યા અને પ્રસ્થ પ્રમાણુ ધાન્ય રંધાય તેવા કટાહને પણ પૂરે તેટલી અશ્રુધારા વહેવા લાગી. કામાગ્નિથી જર્જરિત થએલી તે ખાળા પ્રભાતે, પ્રદોષે, રાત્રે કે દિવસે સુખ પામતી નહેાતી. પ્રભાવતીની આવી સ્થિતિ જાણીને સખીઓએ તે વૃત્તાંત તેના રક્ષણને માટે તેનાં માતાપિતાને જણાવ્યેા.
પુત્રીને પાર્શ્વ કુમાર ઉપર અનુરક્ત થએલી જાણી, તેને આશ્વાસન આપવાના હેતુથો તેઓ વારંવાર આ પ્રમાણે કહેવા લાગ્યા કે ‘ પાર્શ્વ કુમાર ત્રણ જગતમાં શિરામણિ છે અને આપણી સદ્ગુણી દુહિતાએ પેાતાને ચાગ્ય વર શેાધી લીધેા છે; તેથી આપણી પુત્રી મહાશય જનેામાં અગ્રેસર જેવી છે.’
માતાપિતાનાં આવાં વચનથી મેઘધ્વનિવડે મયૂરીની જેમ પ્રભાવતી હર્ષ પામવા લાગી, અને કાંઇક સ્વસ્થ થઈને પાર્શ્વ કુમારના નામરૂપ જાપમત્રને યોગિનીની જેમ આંગળી પર ગણતી ગણતી આશાવડે દિવસેાને નિર્ગમન કરવા લાગી; પરંતુ ખીજના ચંદ્રની રેખાની જેમ તે એવી તા કૃશ થઈ ગઈ કે જાણે કામદેવના ધનુષ્યની ખોજી વિષ્ઠ હોય તેવી દેખાવા લાગી. દિવસે દિવસે તે ખાળાને અતિ વિધુર થતી જોઈ ને તેનાં માતાપિતાએ તેને પાર્શ્વ કુમારની પાસે સ્વયં વરા તરીકે મેકલવાને નિશ્ચય કર્યો.
એ ખબર કલિંગાદિ દેશના નાયક યવન નામે અતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org