________________
પાણિગ્રહણ
૪૭ થયા, તેથી તેમણે ઘણા રાજકુમારની તપાસ કરી, પણ કઈ પિતાની પુત્રીને યંગ્ય જોવામાં આવ્યા નહીં.
એક વખતે પ્રભાવતી સખીઓની સાથે ઉદ્યાનમાં આવી ત્યાં કિન્નરેની સ્ત્રીઓનાં મુખથી આ પ્રમાણે એક ગીત તેના સાંભળવામાં આવ્યું: “શ્રી વારાણસીના સ્વામી અશ્વસેન રાજાના પુત્ર શ્રી પાર્શ્વનાથકુમાર રૂપલાવણ્યની સંપત્તિથી જય પામે છે. જે સ્ત્રીના તે ભત્ત થશે તે સ્ત્રી જગતમાં જયવતી છે. તેવા પતિ મળવા દુર્લભ છે, કારણ કે એ પુણ્યને ઉદય ક્યાંથી હોય?”
આ પ્રમાણે શ્રી પાર્શ્વકુમારનું ગુણકીર્તન સાંભળી, પ્રભાવતી તન્મય થઈને તેમના રાગને વશ થઈ ગઈ. તે વખતે પાકુમાર રૂપથી કામદેવને જીતી લીધું છે તેનું વિર લેતો હોય તેમ તેની પર અનુરાગવાળી પ્રભાવતીને નિર્દયતાથી બાણવડે પ્રહાર કરવા લાગ્યા.
બીજી વ્યથા અને લજજાને છોડી દઈને હરિણીની જેમ પ્રભાવતી તે ગીતને જ વારંવાર એકમનથી સાંભળવા લાગી, તેથી સખીઓએ તેને પાકુમાર ઉપર રાગ જાણી લીધું.
ચતુર જનથી શું ન જાણી શકાય? કિન્નરીએ તો ઊઠીને ચાલી ગઈ, પરંતુ પ્રભાવતી તે કામને વશ થઈ ચિરકાળ શૂન્ય મને ત્યાં જ બેસી રહી. એટલે બુદ્ધિમતી તેની સખીઓ મનવડે ચેગિનીની જેમ પાર્શ્વકુમારનું ધ્યાન કરતી તેને યુક્તિવડે સમજાવીને ઘેર લાવી. ત્યારથી તેનું ચિત્ત પાકુમારમાં એવું લીન થયું કે તેને પિશાક અગ્નિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org