________________
પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી પછી સૌધર્મેન્દ્ર ઈશાનેદ્રના ઉલ્લંગમાં પ્રભુને બેસાડીને વૃષભનાં શૃંગમાંથી નીકળતા જળવડે સ્નાન કરાવ્યું. પછી ચંદનાદિકથી પ્રભુનું અર્ચન કરી, અંજલી જેડીને ઇંદ્ર પ્રભુની સ્તુતિ કરવાનો આરંભ કર્યો.
પ્રિયંગુ વૃક્ષની જેવા નીલવર્ણવાળા ! જગતના પ્રિય હેતુભૂત અને દસ્તર સંસારરૂપ સાગરમાં સેતુરૂપ! એવા તમને હું નમસ્કાર કરું છું. જ્ઞાનરૂપી રત્નના કોશ (ભંડાર) રૂપ, વિકસિત કમળ જેવી કાંતિવાળા અને ભવ્ય પ્રાણીરૂપ કમળમાં સૂર્ય જેવા હે ભગવંત! હું આપને નમસ્કાર કરું છું.
ફળદાયક એવાં એક હજાર ને આઠ નરલક્ષણને ધારણ કરનારા અને કર્મરૂપ અંધકારનો નાશ કરવામાં ચંદ્ર જેવા તમને મારે નમસ્કાર છે. ત્રણ જગતમાં પવિત્ર જ્ઞાનાદિ રત્નત્રય ધારણ કરનાર, કમરૂપ સ્થળને ખોદવામાં ખનિત્ર (કોદાળી) સમાન અને શ્રેષ્ઠ ચારિત્રના ધારક એવા તમને મારે નમસ્કાર છે.
" સર્વ અતિશયના પાત્ર, અતિ દયાવાન અને સર્વ સંપત્તિના કારણભૂત એવા હે પરમાત્મન ! તમને મારે નમસ્કાર છે. કષાયને દૂર કરનાર, કરૂણાના ક્ષીરસાગર અને રાગદ્વેષથી વિમુકત એવા હે મેક્ષગામી પ્રભુ! તમને મારે નમસ્કાર છે.
હે પ્રભુ! જે તમારા ચરણની સેવાનું ફળ હોય તે તે ફળવડે તમારા ઉપર ભવભવમાં મને ભકિતભાવ પ્રાપ્ત થજે. »
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org