________________
પ્રકરણ છડું
જન્મ મહોત્સવ છપ્પન દિકુમારીઓએ આવી પ્રભુનું અને તેમની માતાનું સૂતિકાકર્મ કર્યું.
પછી શકે ત્યાં આવી દેવીને અવસ્થાપિની નિદ્રા આપી, તેમના પડખામાં પ્રભુનું પ્રતિબિંબ સ્થાપિત કરી, પિતે પાંચ રૂપ વિકવ્યાં. તેમાં એક રૂપે પ્રભુને લીધા, બે રૂપે બે બાજુ ચામર ધારણ કર્યા, એક રૂપે પ્રભુના ઉપર છત્ર ધર્યું અને એક રૂપે વજ ઉછાળતા સુંદર ચાલે ચાલતા અને વાંકી ગ્રીવાવડે પ્રભુના મુખ તરફ દ્રષ્ટિ રાખતા ઉતાવળે મેગિરિ તરફ ચાલ્યા. ક્ષણવારમાં મેગિરિની અતિ પાંડુકબલા નામની શિલા ઉપર પહોંચ્યા.
ત્યાં પ્રભુને ઉત્કંગમાં લઈને કેન્દ્ર સિંહાસન પર બેઠા. તે વખતે અશ્રુત વગેરે ત્રેસઠ ઈદ્રો પણ સત્વર ત્યાં આવ્યા અને એમણે વિધિપૂર્વક પ્રભુને જન્માભિષેક કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org