________________
પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી રાજાઓમાં પુંડરીક જેવા તે રાજાની આજ્ઞાને રસ જેવા દુરાચારી રાજાઓ પણ ઉલ્લંઘન કરી શકતા નહીં. તે રાજાને સર્વ સ્ત્રીઓમાં શિરોમણિ અને સપનીઓમાં અવામા (પ્રિય) વામાદેવી નામે પટ્ટરાણી હતી. તે પોતાના પતિના યશ જેવું નિર્મળ શીળ ધારણ કરતી હતી અને સ્વાભાવિક પવિત્રતાથી જાણે બીજી ગંગા હોય તેવી જણાતી હતી. આવા ગુણોથી વામદેવી પતિને અતિ વલલભ હતી, તથાપિ એ વલ્લભપણું જરા પણ બતાવતી નહિ, અર્થાત્ તે સંબંધી અભિમાન ધરાવતી નહીં.
અહીં પ્રાણુત ક૫માં ઉત્તમ દેવસમૃદ્ધિ ભગવી સુવર્ણબાહુ રાજાના જ પિતાનું દેવ સંબંધી આયુષ્ય પૂર્ણ કર્યું. પછી ચિત્ર (ગુજરાતી ફાગણ) માસની કૃષ્ણ ચતુથોએ વિશાખા નક્ષત્રમાં ત્યાંથી અવીને તે દેવ અર્ધ રાત્રે વામાદેવીના ઉદરમાં અવતર્યો
તે સમયે વામાદેવીએ તીર્થકરના જન્મને સૂચવનાર ચૌદ મહાસ્વપ્ન મુખમાં પ્રવેશ કરતાં જોયાં. ઇદ્રોએ, રાજાએ અને તત્તા સ્વપ્ન પાઠકેએ સ્વપ્નના ફળની વ્યાખ્યા કહી બતાવી.
તે સાંભળી હર્ષ પામેલા દેવી તે ગર્ભ ધારણ કરતા સુખે કાળ નિર્ગમન કરવા લાગ્યા. અનુક્રમે પિષ માસની કૃષ્ણ દશમી (ગુજરાતી માગશર વદ દશમે)એ અનુરાધા નક્ષત્રમાં રત્નને જેમ વિઠ્ઠરગિરિની ભૂમિ પ્રસવે તેમ વામદેવીએ સર્ષના લાંછનવાળા નીલવણ પુત્રને જન્મ આપ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org