________________
શ્રી પાર્શ્વનાથ પ્રભુનો જન્મ ફળ છે. હું માત્ર ભજનની અભિલાષા કરતો આટલે દુઃખી થાઉં છું, માટે મેં પૂર્વે કાંઈ તપ કરેલું જણાતું નથી, તેથી જરૂર આ ભવમાં તપ આચરૂં.” આવો વિચાર કરીને તે કમઠે તાપસવ્રત ગ્રહણ કર્યું અને કંદમૂળાદિકનું ભજન કરતા પંચાગ્નિ તપ કરવા લાગ્યો.
આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રના આભૂષણ જેવી ગંગા નદી પાસે વારાણસી નામે નગરી છે. તે નગરમાં ચિત્યની ઉપર ગંગાના કલેલ જેવી દવાઓ અને પદ્મકોશ જેવા સુવર્ણન કુંભ શોભે છે. તે નગરીના કિલ્લા ઉપર અર્ધ રાત્રે જ્યારે પૂર્ણિમાના ચંદ્ર આવે છે ત્યારે તે જેનારને રૂપાના કાંગરાનો ભ્રમ કરાવે છે. ઈંદ્રનીલ મણિથી બાંધેલી ત્યાંના વાસગૃહની ભૂમિમાં અતિથિઓની સ્ત્રીઓ જળની બુદ્ધિથો હાથ નાખે છે. એટલે તેમનું ઉપહાસ્ય થાય છે. તે નગરનાં ચામાં સુગંધી ધૂપને ધૂમ્ર એટલે બધા પર્યા કરે છે કે જાણે દૃષ્ટિદોષ ન લાગવા માટે નીલ વઢા બાંધ્યું હોય તેમ જણાય છે. સંગીતમાં થતા મુરજ શબ્દોથી તે નગરમાં મેઘધ્વનિની શંકા કરતા મયૂર હમેશાં વર્ષાઋતુની જેમ કેકાવાણું બોલ્યા કરે છે.
એવી સુશોભિત વારાણસી નગરીમાં ઈક્વાકુ વંશને વિષે અશ્વસેન નામે રાજા થયા. તેમણે અશ્વસેનાથી દિશાએના ભાગને રણગણ જેવા કયાં હતાં. તે રાજા સદાચારરૂપ નદીને ઉપ થવાના ગિરિ હતા, ગુણરૂપ પક્ષીઓને આશ્રય વૃક્ષ હતા અને પૃથ્વીમાં લક્ષ્મીરૂપી હાથણીના બંધન સ્તંભ તુલ્ય હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org