________________
પ્રકરણ પાંચમું
શ્રી પાર્શ્વનાથ પ્રભુને જન્મ . પૂર્વોક્ત સિંહને જીવ અસંખ્ય ભવેમાં દુઃખનો અનુભવ કરતા અન્યદા કે ગામડામાં એક ગરીબ બ્રાહ્મણને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયે. તેને જન્મ થતાં જ તેનાં માતાપિતા અને બ્રાતા વગેરે સર્વ મૃત્યુ પામ્યા.
લોકોએ કૃપાથી તેને જીવાડ્યો અને તેનું કમઠ એવું નામ પાડ્યું. બાલ્યવયને ઉલ્લંઘન કરીને તે યૌવનવયને પ્રાપ્ત થયે; પરંતુ નિરંતર દુઃખી સ્થિતિને ભેગવતે અને લેકેથી હેરાન થતો તે માંડમાંડ ભેજન પામતો હતો. એક વખતે ગામના ધનાઢયોને રત્નાલંકાર ધારણ કરતા જોઈ તેને તત્કાળ વૈરાગ આલે.
તેણે ચિંતવ્યું કે “હજારેના પેટને ભરનારા અને વિવિધ આભૂષણને ધારણ કરનારા આ ગૃહસ્થો દેવ જેવા લાગે છે, તેથી હું ધારું છું કે તે પૂર્વ જન્મના તપનું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org