________________
૩૭
-
આઠમો ભવ ઉપર ધસી આવ્યું. કાન અને કેશવાળી ઊંચી કરી, ગજનાથી ગિરિગુહાને પૂરતા તેણે મોટી ફાળ ભરીને મુનિ ઉપર થાપો માર્યો. સિંહના ઉછળીને આવ્યા અગાઉ દેહ ઉપર પણ આકાંક્ષા રહિત તે મુનિએ તત્કાળ ચતુર્વિધ આહારનાં પચ્ચખાણ કરી, આલોચના કરી, સર્વ પ્રાણીને ખમાવ્યાં અને સિંહના ઉપર હૃદયમાં કિંચિત્ પણ વિકાર લાવ્યા વગર ધર્મધ્યાનમાં સ્થિર રહ્યા.
પછી કેશરીસિંહે વિદીર્ણ કરેલા તે મુનિ મૃત્યુ પામીને દશમા દેવલોકમાં મહપ્રભ નામના વિમાનને વિષે વીશ સાગરેપમની સ્થિતિવાળા દેવ થયા. પેલે સિંહ મૃત્યુ પામીને દશ સાગરોપમ પ્રમાણ સ્થિતિવાળી ચોથી નરમાં ગયા અને પાછો તિર્યંચ યોનિમાં આવી બહુ પ્રકારની વેદના ભોગવવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org