________________
૩૬
પુરિસાદાણું શ્રી પાર્શ્વનાથજી આત્માને આ શો મેહ થયે છે? જેમ માર્ગ ભૂલેલો મુસાફર બ્રાંત થઈને બીજે માળે જાય છે, તેમ મેક્ષમાર્ગને ભૂલી ગએલે પ્રાણું પણ સ્વર્ગ, મત્ય, તિર્યંચ અને નરકગતિમાં ગમનાગમન કર્યા કરે છે, માટે હવે હું માત્ર મોક્ષમાર્ગને માટે જ વિશેષ પ્રયત્ન કરીશ, કેમકે “સામાન્ય પ્રજનમાં પણ કંટાળે પામે નહીં, તે જ કલ્યાણનું મૂળ છે.”
આ પ્રમાણે સુવર્ણબાહુ ચક્રવતીએ પોતાના પુત્રને રાજ્ય પર બેસારી ત્યાં પધારેલા જગન્નાથ જિનેશ્વર પાસે દીક્ષા લીધી અને ઉગ્ર તપસ્યા કરીને અનુકમે ગીતાર્થ થયા. પછી અહંતભક્તિ વગેરે કેટલાંક સ્થાનકોને સેવીને તે સદબુદ્ધિ સુવર્ણબાહુ મુનિએ તીર્થ કરનામકર્મ ઉપાર્જન કર્યું.
એક વખતે વિહાર કરતા તે મુનિ ક્ષીરગિરિની પાસે આવેલી વિવિધ પ્રકારના હિંસક પ્રાણીઓથી ભયંકર એવી ક્ષીરવ નામની અટવામાં આવ્યા. ત્યાં તેજથી સૂર્ય જેવા સુવર્ણબાહુ મુનિ સૂર્યની સન્મુખ દષ્ટિ રાખી કાર્યોત્સર્ગ કરીને આતાપના લેવા લાગ્યા.
તે વખતે પેલો કુરંગક ભિલ નરકમાંથી નીકળી તે જ પર્વતમાં સિંહ થયો હતો તે ભમતે ભમતે દૈવગે ત્યાં આવી ચડ્યો. આગલે દિવસે પણ ભક્ષ્ય મળેલું નહીં હોવાથી તે ક્ષુધાતુર હતો, તેવામાં યમરાજ જેવા તે સિંહે આ મહર્ષિને દૂરથી જોયા.
પૂર્વ જન્મના વિરથી મુખને ફાડતો અને પુચ્છના પછાડવાથી પૃથ્વીને ફેડ હેય તે તે ક્ષુદ્ર પંચાનન મુનિ
કરીને મને પલે તાલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org