________________
આઠમો ભવ
૩૫
પડ્યા વગેરે પિતાની પરણેલી સર્વ ખેચરીઓને સાથે લઈ સુવર્ણબહુ સપરિવાર પોતાના નગરમાં ગયા.
સુવર્ણ બાહુ રાજાને પૃથ્વી પર રાજ્ય કરતાં અનુક્રમે ચૌદ રત્ન પ્રાપ્ત થયાં. દેએ પણ સેવેલા સુવર્ણબાહુ ચક્રવતીએ ચક્રરત્નના માગે અનુસરીને ષખંડ પૃથ્વીમંડળને લીલામાત્રમાં સાધી લીધું. પછી સૂર્યની જેમ પોતાના તેજથી સર્વના તેજને ઝાંખા કરતા સુવર્ણબાહુ ચક્રવર્તી વિચિત્ર કીડાથી કીડા કરતા આનંદમાં રહેવા લાગ્યા.
એક વખતે ચક્રવર્તી મહેલ ઉપર બેઠા હતા તેવામાં આકાશમાંથી દેવતાના વૃંદને ઊતરતું અને નીચે જતું જોયું. તે જોઈને તે વિસ્મય પામ્યા. તે વખતે જ તેના સાંભળવામાં આવ્યું કે “ જગન્નાથ તીર્થકર સમવસર્યો છે. તે સાંભળતાં જ શ્રદ્ધાબદ્ધ મનવાળા રશકવર્તી તેમને વાંદવા ગયા. ત્યાં જઈ, પ્રભુને વાંદી, ચગ્ય સ્થાને બેસી તેમની પાસેથી અકસ્માત્ અમૃતના લાભ જેવી દેશના સાંભળી.
પછી ઘણા ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ આપી પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો અને સુવર્ણબાહુ ચકવતી પોતાના સ્થાનમાં આવ્યા. પછી તીર્થકરની દેશના સાંભળવાને આવેલા દેવતાઓને વારંવાર સંભારીને “મેં કઈ વાર આવા દેવો જોયા છે.” એ ઊહાપોહ કરતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે ચિંતવવા લાગ્યા કે “જ્યારે હું મારા પૂર્વ ભવ જોઉં છું ત્યારે પ્રત્યેક મનુષ્યપણુને પ્રાપ્ત થયે હાય, તે પ્રાણુ મનુષ્યપણુમાં પણ પાછો તૃપ્તિ ઈચ્છે છે. અહે! કર્મથી જેને સ્વભાવ ઢંકાઈ ગયે છે એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org